26th January selfie contest

ચીનમાં કોરોનાથી 16 લાખ લોકોના મોત થઈ શકે છે, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

PC: aajtak.in

ચીનમાં કોરોના વાયરસે એકવાર ફરી માથુ ઉંચક્યું છે. ભારતના પાડોશી દેશ ચીનમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. ચીનનાં અઘિકાંશ શહેરો લોકડાઉન હેઠળ છે. સંક્રમણથી બચવા માટે સરકારે મોટા શહેરોમાં ઝીરો કોવિ પોલિસી લાગૂ કરી છે. આ મુદ્દે ચીનની આ રણનીતિ વિશે અધ્યયનમાં એક મોટો ખુલાસો થયો છે, કે, શાંઘાઇની ફુડન યુનિવર્સીટીના સંશોધન કર્તાઓ દ્વારા કરવામાં આવેલી સ્ટડી અનુસાર જો ચીન પોતાની ઝીરો કોવિડ પોલીસીને હટાવશે તો દેશમાં કોરોના સંક્રમણ અનિયંત્રિત રફ્તારથી ફેલાવવા લાગશે અને તેના પરિણામ સ્વરૂપે દેશમાં 16 લાખ લોકોના મોત થઇ શકે છે.

જર્નલ નેચરમાં પ્રકાશિત થયેલા એક અધ્યયનમાં સામે આવ્યું છે કે, ચીનમાં માર્ચ મહિનામાં કરવામાં આવેલા વેક્સીનેશન દ્વારા બનેલી એન્ટીબોડીઝ ઓમિક્રોન સંક્રમણને રોકવામાં નિષ્ફળ ગઇ છે અને તે વૃદ્ધ લોકોની ઇમ્યુનીટીને વધુ પ્રભાવિત કરી રહ્યું છે.

અધ્યયનમાં સામે આવ્યું છે કે, દેશમાં મોટા પાયે ટેસ્ટિંગ અભિયાન અને કડક લોકડાઉન સાથે અન્ય કોવિડને લગતા પ્રતિબંધોને લાગુ ન કરવામાં આવશે તો ઓમિક્રોનના સંક્રમણથી 112.2 મિલિયન કોવિડ કેસ નોંધાઇ શકે છે, જ્યારે 5.1 મિલિયન લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર પડી શકે છે, જ્યારે સંક્રમણનાં કારણે 1.6 મિલિયન લોકોના મોતની આશંકા છે.

ઝીરો કોવિડ પોલિસીને લઇને આ અધ્યયન એવા સમયે સામે આવ્યા છે કે WHOના પ્રમુખે ઝીરો કોવિડ પોલિસી વિશે અમુક સવાલો ઉભા કર્યા છે અને કહ્યું છે કે, કોરોના સંક્રમણ વિરૂદ્ધ આ રણનીતિ કોઇપણ રીતે મદદરૂપ રહેશે નહી. ટેડ્રોસે મંગળવારે એક અહેવાલમાં કહ્યું છે કે, ‘અમને નથી લાગતું કે, આ વાયરસના વ્યવહારને જોતા આ પ્રકારની પોલિસી સંક્રમણ રોકવા માટે ટકાઉ રહેશે.’

ચીનમાં દરરોજ કોરોનાના હજારો કેસ નોંધાઇ રહ્યાં છે. શાંઘાઇમાં સોમવારે સોજ 3000ની આસપાસ કેસ નોંધાઇ રહ્યાં છે, જે મધ્ય એપ્રિલમાં રોજના 26000 કેસ કરતાં ઘણાં ઓછા છે. મોતનો આંકડો વધીને 553 સુધી પહોંચી ગયો છે.

ચીનની ઝીરો કોવિડ પોલિસી હેઠળ સાર્સ કોવ 2 વાયરસના ઓમિક્રોન સ્વરૂપના પ્રસરણ પર લગામ કસવા માટે પ્રયાસો ચાલી રહ્યાં છે. શાંઘાઇમાં PPE કીટ પહેરીને કોવિડ સંક્રમણ વાળા ઘરે પહોંચીને ત્યાની આજુબાજુના વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યાં છે.

શાંઘાઇ પ્રશાસને મંગળવારે શહેરના બે મહત્વની સબવે લાઇનની સેવાઓ બંધ કરી દીધી હતી. શહેરના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે. કેટલાક જીલ્લાઓમાં નોટિસ જાહેર કરીને લોકોને ઘરની બહાર ન નીકળવા માટે આદેશ આપવામાં આવી રહ્યાં છે. ત્યાં લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે પણ બહાર નથી નીકળી શકતા. નોટિસ મુજબ આ પ્રતિબંધોની સમય સીમા જરૂર પડે તો વધારી પણ શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp