24 કલાકમાં 143 કેસ, ગુજરાતમાં 33 દિવસ બાદ થયું દર્દીનું મોત

PC: Dainikbhaskar.com

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો છેલ્લા ત્રણ દિવસની વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 3 દિવસથી 100 કરતાં વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 143 જેટલા નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 24 કલાકમાં 51 જેટલા દર્દીઓ સારવાર લઇને સ્વસ્થ થયા છે. તો બીજી તરફ 33 દિવસ બાદ સારવાર દરમ્યાન એક દર્દીનું મોત થયું હતું. જે દર્દીનું મોત થયું છે તે ગાંધીનગરમાં સારવાર લઈ રહ્યો હતો. જોકે આ 7 મેના રોજ કોરોનાની સારવાર દરમિયાન એક દર્દીનું મોત થયું હતું. તો બીજી તરફ રાજ્યમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાંથી સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. મહત્વની વાત છે કે, કોરોનાની પહેલી, બીજી અને ત્રીજી લહેર દરમિયાન પણ અમદાવાદ શહેરમાંથી સૌથી વધારે પોઝિટિવ કેસો સામે આવતા હતા. હાલ પણ અમદાવાદ શહેરમાંથી જ વધારે પોઝિટિવ કેસો તમે આવી રહ્યા છે.

જે નવા કેસ સામે આવ્યા છે તેમાં વડોદરામાંથી 14, ગાંધીનગરમાંથી 10, સુરતમાંથી 9, રાજકોટમાંથી 8, વડોદરા જિલ્લામાંથી 4, જામનગર શહેરમાંથી 3, અમદાવાદ જિલ્લામાંથી 3, મહેસાણા જિલ્લામાંથી 3, આણંદ, નવસારી સાબરકાંઠા, સુરત જીલ્લો અને વલસાડમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. મહત્વની વાત છે કે અમદાવાદમાં 83 પોઝિટિવ કેસ નોંધાયા છે. 

રાજ્યમાં અત્યાર સુધીમાં 12,25,931 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને સારવાર દરમ્યાન 10,945 લોકોના મોત થયા છે. હાલ રાજ્યમાં 608 કેસ એક્ટિવ છે અને તમામ દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં જૂન મહિનામાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો 1 જૂનના રોજ 40, 2 જૂનના રોજ 50, 3 જૂનના રોજ 46, 4 જૂનના રોજ 56, 5 જૂનના રોજ 68, 6 જૂનના રોજ 53, 7 જૂનના રોજ 72, 8 જૂનના રોજ 111, 9 જૂનના રોજ 117 અને 10 જૂનના રોજ 143 પોઝિટિવ કેસ નોંધાયા છે. 

રાજ્યમાં કોરોના જે કેસ વધી રહ્યા છે તેને લઇને હવે લોકોએ ખૂબ તકેદારી રાખવાની જરૂર છે. ફરીથી લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાની જરૂર છે. જેથી કોરોનાની આગળ વધતો અટકાવી શકાય. હાલ મોટાભાગના શહેરોમાં લોકો માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરતા નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ કોરોનાને કાબુમાં લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જે પોઝીટીવ કેસો સામે આવે છે તેના કોન્ટેક્ટમાં આવેલા લોકોની પણ તપાસ સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp