ચીનના વુહાનથી જ લીક થયો હતો કોરોના વાયરસ, અમેરિકન રિપોર્ટમાં થયા મોટા ખુલાસા

PC: businesstoday.in

કોરોના વાયરસના કારણે આ સમયે સૌથી વધુ હાહાકાર ચીનમાં જ મચ્યો છે. તો કોરોના વાયરસના ઓરિજિનને લઈને પણ ચીન પર જ સવાલ ઉઠતા રહ્યા છે. હવે અમેરિકાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસ ચીનની જ લેબમાંથી નીકળ્યો હતો. આ રિપોર્ટ અમેરિકા સીનેટ કમિટીએ જાહેર કર્યો છે. આ રિપોર્ટનું ટાઇટલ છે ‘કોરોના મહામારીની ઉત્પત્તિનું વિશ્લેષણ.’ આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, બની શકે કે જાણીજોઇને વાયરસને જન્મ આપવામાં ન આવ્યો હોય, પરંતુ એ માનવીય ભૂલ, મશીની ખરાબી, કોઈ પ્રાણી પર પ્રયોગનું પરિણામ હોય શકે છે.

સીનેટની હેલ્થ એજ્યુકેશન, લેબર એન્ડ પેન્શન કમિટીનું કહેવું છે કે, વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલૉજી જ આ વાયરસ લીક થવાનો શંકાસ્પદ ગ્રાઉન્ડ ઝીરો છે. શોધ દરમિયાન સાવધાની ન રાખવાના કારણે જ એમ થયું હતું. ટ્રાન્સમિશનના પેટર્નનું વિશ્લેષણ કર્યા બાદ કમિટીએ કહ્યું કે, પશુઓમાંથી જ તે ઝડપથી ફેલાયો છે અને વુહાનના સીફૂડ માર્કેટથી તેનો પ્રસાર ઝડપથી થયો છે. આ રિપોર્ટ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલૉજીના સુરક્ષા માનાંકો અને એપેડેમિયોલોજીના આધાર પર જાહેર કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વુહાનની ઇન્સ્ટિટ્યૂટમાં ભવિષ્યની મહામારીથી સુરક્ષા માટે રિસર્ચ ચાલી રહ્યું હતું. આ ઇન્સ્ટિટ્યૂટ વર્ષ 2004થી જ રિસર્ચ કરી રહી છે. આ ક્ષેત્રના ચામાચીડિયામાં SARS જોવા મળ્યો હતો અને કોરોના વાયરસ તેને જ મળતો આવે છે. કહેવામાં આવે છે કે SARS-CoV-2 વાયરસને રિસર્ચ લેબમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તે લેબમાંથી લીક થઈ ગયો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ પશુઓમાં ફેલાઈ રહ્યો હતો અને પછી માણસોમાં પહોંચ્યો.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભલે સીફૂડ માર્કેટથી વાયરસ ફેલાયો, પરંતુ એ પશુઓમાંથી નહીં, પરંતુ માણસોમાંથી જ ફેલાયો હતો. અહીં સૌથી પહેલા વાયરસનો પ્રસાર શરૂ થયો. સૌથી પહેલા તે ઘણાં બધા લોકોમાં પ્રવેશ કરી ચૂક્યો હતો. સીફૂડ માર્કેટથી પહેલા એવો જ કેસ ઇન્સ્ટિટ્યૂટ પાસે પણ જોવા મળ્યો હતો. આ અગાઉ વિશ્વ આરોગ્ય સંસ્થા WHOના મહાનિર્દેશક ટ્રેડોસ ગેબ્રેયેસિસે એક યુરોપીય નેતા સાથેની ખાનગી વાતચીતમાં સ્વીકાર્યું હતું કે, ચીનના વુહાન લેબમાંથી જ કોરોના વાયરસ લીક થયો હતો. એક અન્ય રિપોર્ટ મુજબ વુહાન લેબમાં કોઈ દુર્ઘટનાના કારણે પણ આ વાયરસ ફેલાયો હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp