આ રાજ્યમાં કોરોનાના કેસ વધતા બે દિવસનું સંપૂર્ણ લોકડાઉન

PC: indiatoday.com

દેશમાં કોરોના વાયરસના કેસો ફરીથી પગ પેસારો કરવા લાગ્યા છે. પાછલા 20 દિવસોમાં બુધવારે સૌથી વધારે કેસ સામે આવ્યા. બીજી લહેર દરમિયાન 4 લાખનો આંકડો ઘટીને રોજનો 1 લાખ થવામાં 37 દિવસ લાગી ગયા, પણ હવે 51 દિવસો પછી ફરી રોજના કોરોનાના કેસ 40 હજારની આસપાસ આવી રહ્યા છે. જેમાંથી 50 ટકા કેસ તો એક જ રાજ્યમાંથી સામે આવી રહ્યા છે. શું કારણ હોઇ શકે કે કોરોનાના કેસોની ગતિ ઓછી નથી થઇ રહી. જણાવી દઇએ કે કોરોનાની બીજી લહેર ખતમ થઇ નથી, તે હજુ પણ ચાલી જ રહી છે. એવામાં મહારાષ્ટ્ર, કેરળ અને નોર્થ ઈસ્ટના રાજ્યો સૌથી વધારે ચિંતાનો વિષય બન્યા છે.

કોરોનાની ત્રીજી સંભાવિત લહેરની વચ્ચે કેરળમાં બકરી ઈદ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટની સજા હવે સામાન્ય નાગરિકોએ ઉઠાવવી પડી રહી છે. અહીં કોરોનાના કેસો હવે બેગણી ગતિએ વધી રહ્યા છે. પાછલા બે દિવસોમાં રાજ્યમાં કોરોનાના કુલ 22 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. એટલે કે આખા દેશમાં આવી રહેલા 43 હજાર કેસોમાંથી 50 ટકા કેસો કેરળથી સામે આવી રહ્યા છે. એટલું જ નહીં દેશમાં હાલમાં 4 લાખ એક્ટિવ કેસો છે, જેમાંથી 1.5 લાખ એક્ટિવ કેસ કેરળના જ છે. આ સ્થિતિને જોતા કેરળની લેફ્ટ સરકારે 31 જુલાઇ અને 1 ઓગસ્ટના રોજ સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. કેન્દ્ર સરકારે પણ એક 6 સભ્યોની ટીમ કેરળની મદદ માટે મોકલી છે.

કેરળમાં બુધવારે કોરોનાના 22056 નવા કેસો સામે આવ્યા, જેમાંથી સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 3327301 થઇ ગઇ. જ્યારે 131 લોકોના મોત થવાની સાથે વાયરસથી મરનારા લોકોની સંખ્યા રાજ્યમાં વધીને 16457 થઇ ગઇ છે. IMAના સેક્રેટરી જનરલે કહ્યું કે, સોશિયલ ગેધરિંગ્સની ખાસ્સી અસર થાય છે. જેવી રીતે ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા બંધ કરવામાં આવી હતી અને ઈદ વિશે અમે સરકારને પહેલાથી પ્રતિબંધ લાગૂ કરવાની ચેતવણી આપી હતી, પણ રાજ્ય સરકારે પોતાનો નિર્ણય લઇ લીધો હતો. આ એક રીતે ચેતવણી છે કે ત્રીજી લહેર આવવાની આશંકા છે.

બીજી તરફ પશ્ચિમ બંગાળ સરકારે અમુક છૂટોની સાથે રાજ્યમાં કોરોના પ્રતિબંધોને 15 ઓગસ્ટ સુધી વધારી દીધા છે. 31 જુલાઇથી ઈનડોર સ્થાનોમાં બેસવાની 50 ટકા ક્ષમતાની સાથે સરકારી કાર્યક્રમોની પરવાનગી રહેશે. નાઇટ કર્ફ્યૂ રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગૂ રહશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp