WHOના ચીફ સાયન્ટિસ્ટની ચેતવણી, કોરોનાની નવી લહેર માટે રહો તૈયાર

PC: rediff.com

દુનિયામાં ફરી એક વખત કોરોના વાયરસ પોતાનો પગ પેસારો કરવા લાગ્યો છે. થોડા મહિના અગાઉ જે સ્થિતિ કંટ્રોલમાં લાગી રહી હતી, ફરી એક વખત કેસ પણ વધારે આવી રહ્યા છે અને મોતના આંકડા પણ વધી રહ્યા છે. આ બલદાતા ટ્રેન્ડને સમજતા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચેતવણી જાહેર કરી દીધી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે આપણે હવે કોરોનાની વધુ નવી લહેર માટે તૈયાર રહેવું જોઈએ. જે પણ નવા વેરિયન્ટ સામે આવી રહ્યા છે, બધાનું રૂપ અલગ છે. તે વધારે ઝડપથી ફેલાતા નજરે પડી રહ્યા છે.

જેટલા વધારે વધશે, હૉસ્પિટલમાં એડમિટ થનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જશે. તેની બદલાતી સ્થિતિઓ માટે દરેક દેશે પોતાની પાસે એક સક્ષણ પ્લાન તૈયાર હશે. હવે સૌમ્યા સ્વામીનાથને આ ટ્વીટ પણ વર્લ્ડ બેંકના એડવાઇઝર Philip Schellekensની એ ટ્વીટ પર કરી છે, જ્યાં તેમણે ભાર આપીને કહ્યું હતું કે, દુનિયામાં ફરી એક વખત સ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ છે. કેસ ફરી વધવા લાગ્યા છે. મોતનો આંકડા પણ જે પહેલા ઓછા આવી રહ્યા હતા તે ફરીથી વધી ગયા હતા.

ફિલિપની આ ચિંતા પર સૌમ્યા સ્વામીનાથને આખી દુનિયા માટે ચેતવણી જાહેર કરી છે. ફિલિપના જણાવ્યા મુજબ, આ સમયે અમીર દેશો અમેરિકા, ફ્રન્ટ, ઈટાલી, જર્મની અને જાપાનમાં કોરોનાના કેસ સર્વાધિક સામે આવી રહ્યા છે. તો અપર મિડલ ઇનકમવાળા દેશોમાં બ્રાઝિલ સૌથી આગળ ચાલી રહ્યો છે. હવે અહીં એ જાણવું જરૂરી થઈ જાય છે કે કોરોનાના વધતા કેસોને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસ પણ પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે એ વાત પર ભાર આપ્યો કે મોતનો આંકડો વધવાના સંકેત સારા નથી.

ગયા અઠવાડિયે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, ઓમીક્રોનના સબવેરિયન્ટ BA.4 અને BA.5ના કારણે આખી દુનિયામાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. તેમને એ વાત પર પણ ચિંતા વ્યક્ત કરી કે હવે ઘણા દેશ કોરોનાને લઈને બેદરકાર થઈ ગયા છે. ટેસ્ટિંગ ઓછી કરી દેવામાં આવ્યું છે, જેના કારણે કોઈ પણ વેરિયન્ટને લઈને પૂરતી જાણકારી સામે આવી રહી નથી. તેના વ્યવહારને લઈને કશું જ સ્પષ્ટ થઈ રહ્યું નથી. WHOના પ્રમુખે સ્પષ્ટ કરી દીધું છે કે કોરોના અત્યારે પણ સમાપ્ત થયો નથી અને આગામી સમયમાં વધુ લહેર પણ જોવા મળી શકે છે.

તેના સંકેત એ વાતથી પણ મળી રહ્યા છે કે ગયા અઠવાડિયે 5.7 મિલિયન કોરોનાના કેસ સામે આવ્યા જે પહેલાંની તુલનામાં 6 ટકા વધારે રહ્યા. મોતના આંકડાની વાત કરીએ તો ગયા અઠવાડિયે આ વાયરસના કારણે 9800 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અહી પણ ફ્રાંસમાં પહેલા અઠવાડિયે 7,71,260 કેસ સામે આવ્યા, અમેરિકામાં 7,22,924, ઈટાલીમાં 661,984 અને જર્મનીમાં 561,136. ભારતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કેસ સતત વધી રહ્યા છે. માત્ર ગયા અઠવાડિયે જ દેશમાં કોરોનાના કારણે 229 લોકોના મોત થઈ ગયા જે પોતાની જાતમાં 15 ટકાનો વધારો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp