એ ડૉક્ટર જેણે કોરોનાને કારણે 267 દિવસથી એક દિવસ પણ રજા નથી લીધી

PC: www.abplive.com

કોરોના ચેપથી આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. આ સમય દરમિયાન, ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓએ આશ્ચર્યજનક ઉદાહરણો રજૂ કરીને દર્દીઓની રાત-દિવસ સારવાર કરી રહ્યા છે. USમાં 58 વર્ષના ચિકિત્સક અને હ્યુસ્ટનના યુનાઇટેડ મેમોરિયલ મેડિકલ સેન્ટરના ચીફ ઓફ સ્ટાફ વૉરેને માર્ચ મહિનાથી એક પણ રજા લીધી નથી. તેઓએ કોવિડ દર્દીઓની સારવાર સતત ચાલુ રાખી છે. તેણો 267 દિવસથી સતત દરરોજ આવીને દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

વોશિંગટન પોસ્ટ સાથેની વાતચીત દરમિયાન ડૉ. વૉરેને કહ્યું, જ્યારે દેશમાં રોગચાળો ફેલાતો હોય ત્યારે રજા ન મળે, વિચારો કે તમારું કોવિડ-19 યુનિટ 45થી વધુ દર્દીઓથી ભરેલું છે અને તમારો સ્ટાફ પણ થાકી ગયો છે, તો રજા વિશે કેવી રીતે વિચારી શકાય. દર્દીઓને સારા કરવા માટે ડૉ.વૉરેને ખૂબ મહેનત કરી અને તે કહે છે, હું તે કરવા માટે જ ત્યાં હતો.

વૉરેને એક ડોક્ટર છે અને તે દયાળુ અને મહેનતુ માણસ છે. મીડિયાની રજૂઆતો દરમિયાન, તેમણે અનુમાન લગાવ્યું હતું કે આ શિયાળો આધુનિક અમેરિકન તબીબી ઇતિહાસના અંધકારમય દિવસોમાં રહેશે અને એમનું કહેવું સાચું પણ પડ્યું. પીપીઇ કીટ પહેરીને ડૉ વૉરેને વૃદ્ધ દર્દીઓને ગળે લગાવતી વખતે તેમને કેમેરામાં રેકૉર્ડ કર્યા અને આ તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી અને રાષ્ટ્રનું ધ્યાન એનાથી આ ડોક્ટર પર ખેંચાયું હતું.

વૉરેને અને અન્ય ચાર સારા ડોક્ટર અને વૈજ્ઞાનિકો કોવિડ-19ની સતત સારવાર માટેના પ્રોટોકોલના સંશોધન અને વિકાસમાં સામેલ છે. વૉરેન કહે છે કે કોરોના સંક્રમણ એ એક યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, અહીં તમે આગામી પગથિયાની રાહ ના જુઓ, પરંતુ તમારે પાસે જે કંઇપણ છે તે લેવું પડશે અને પાછા લડવું પડશે. તેઓ એવું કહેવા માંગે છે કે તમે આરામથી બેસો નહીં અને રાહ ના જોવો કોઈની કોઈ સારવાર કરવા નહીં આવે તમારે તમારું ધ્યાન જાતે જ રાખવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp