કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને સહાય આપવા બાબતે જાણો આરોગ્ય સચિવે શું કહ્યું

PC: youtube.com

કોરોનાની મહામારી વચ્ચે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોને સરકાર સહાય કરશે. ગુજરાતના રાજ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુપ્રીમકોર્ટના આદેશ પ્રમાણે ફોર્મની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. સહાય મેળવવા ઈચ્છતા પરિવારના સભ્યો પાસે પૂરાવા રૂપે RT-PCR ટેસ્ટ કે પછી અન્ય રિપોર્ટ હશે તો પણ તે માન્ય રહેશે. ડૉક્ટર કે પછી હોસ્પિટલમાં દસ્તાવેજ પણ માન્ય ગણવામાં આવશે. કોરોના થયા બાદ વ્યક્તિનું મોત 30 દિવસના સમયમાં થયું હોય તે વ્યક્તિના પરિવારના સભ્યોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. મૃતક દર્દીના પરિવારના સભ્યને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારની યાદીવાળા 10088 કેસમાં ઝડપથી કાર્યવાહી થશે.

આ બાબતે રાજયના આરોગ્ય વિભાગના અધિક મુખ્યસચિવ મનોજ અગ્રવાલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સહાય મેળવવા માટે RT-PCR  ટેસ્ટ, કોઈ અન્ય ટેસ્ટ અથવા તો ડૉક્ટર દ્વારા તેમના નિદાનમાં એવું લખ્યું હોય કે કોઈ પણ ભાઈ કે બહેનને કોરોના થયો છે અને કોરોના સંક્રમિત થયાના 30 દિવસની અંદર આ વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય તો કોઈ પણ બીજા પૂરવા વગર એક ડેથ સર્ટીફીકેટ અને રિપોર્ટ કે પછી ડૉક્ટરના લખાણની જરૂર પડશે. આ પૂરાવા સાથે 50 હજાર રૂપિયાનું વળતર મેળવવા માટે વારસદારો અરજી કરી શકશે. આ પૈસા વારસદારના બેંક ખાતામાં સીધા જમા કરાવવામાં આવશે. આ બાબતે સુચનાઓ પણ આપી દેવામાં આવી છે. આમા રાજ્ય સરકારની યાદી છે તેમાં તાત્કાલિક કામગીરી થઇ શકશે કારણ કે તે પૂરવાર થયેલા કેસ છે. આ 10088 કેસ છે. આ જુદા-જુદા કલેક્ટરને પણ મોકલી આપવામાં આવ્યા છે.

મહત્ત્વની વાત છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્ય સરકાર પર મોતના આંકડા છૂપાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે હવે મૃતકોના પરિવારના સભ્યોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવતા લોકો ફોર્મ લેવા માટે સરકારી કચેરી પર ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે સુરતમાં 2116 લોકોના કોરોનાથી મોત થયા હોવાના આંકડા ઓફિશિયલ આવી રહ્યા છે. પણ સહાયની જાહેરાત થતાની સાથે જ સુરતમાંથી જ 3650 લોકોના ફોર્મ ઉપડી ગયા છે. 15 તારીખથી ફોર્મ વિતરણ શરૂ થયુ હતું. જેમાં અત્યાર સુધીમાં સુરત શહેરની અંદર 3200 અને સુરત ગ્રામ્માં 450 જેટલાં ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે. કોરોનાને કારણે મોતને ભેટેલા લોકોનો આંક તંત્રના ચોપડે માત્ર 2116 જેટલો નોંધાયો છે. બીજી તરફ સહાય માટેના ફોર્મ 3650 વેચાયા છે અને હજુ પણ તે પ્રક્રિયા શરૂ રહેશે. ત્યારે આ આંકડો જ કહી જાય છે કે ક્યાંક તો કોઈ વિગત છૂપાવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp