મોતના આંકડાઓ પર WHO સાથે ચર્ચા કરી શકે છે ભારત, અહીં મુદ્દો ઉઠાવવાની તૈયારીમાં

PC: hindustantimes.com

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં ચાલી રહેલા વિશ્વ આર્થિક મંચ (WEF)મા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રતિનિધિઓ સાથે ભારતમાં વધારે કોરોના મૃત્યુ દર બાબતે અનૌપચારિક ચર્ચા કરી શકે છે. આ બાબતથી પરિચિત લોકોએ આ જાણકારી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડવિયા આ સમયે વિશ્વ આર્થિક મંચમાં ભાગ લેવા માટે પોતાના કેટલાક કેબિનેટ સહયોગીઓ સાથે જિનેવામાં છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી, વિશ્વ આરોગ્ય સંસ્થાના હાલના વિવાદાસ્પદ દાવાનો મુદ્દો ઉઠાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં કોરોના વાયરસથી થનારા મોતોના આંકડા જાહેર કર્યા હતા, જે ભારત સરકારના આંકડાઓથી ખૂબ અલગ હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં 1 જાન્યુઆરી 2020થી 31 ડિસેમ્બર 2021 વચ્ચે 47 લાખ મોત થયા હતા, જ્યારે ભારત સરકારના સત્તાવાર આંકડાઓ મુજબ, આ સંખ્યા લગભગ 5 લાખ 20 હજાર બતાવવામાં આવી છે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન પ્રકાશિત કરવાની શરતે કહ્યું કે, ‘એવી સંભાવના છે કે કેન્દ્રીય મંત્રી વિશ્વ આર્થિક મંચમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિઓ સાથે આ મુદ્દા પર ચર્ચા કરી શકે છે.

તે હાલમાં જ વિવાદનો વિષય રહ્યો છે, જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આંકડા જાહેર કર્યા, તો એ સ્પષ્ટ રૂપે કહી દેવામાં આવ્યું હતું કે, જે રીતે કોરોનાથી વધારે  મોતોનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, તેઓ તેનાથી સહમત નથી. આ મુદ્દા બાબતે ભારત હવે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે વ્યક્તિગત રૂપે ચર્ચા કરી શકે છે. 5 મે 2022ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક રિપોર્ટ જાહેર કર્યો હતો કે, ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સનાંખ્યાં 31 ડિસેમ્બર 2021 સુધી નોંધાયેલા 4 લાખ 81 હજારથી કોરોના વાયરસથી મૃત્યુની સંખ્યા લગભગ 10 ગણી હતી.

જોકે, ભારત સરકારે એમ કહેતા વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકલન પર આપત્તિ દર્શાવી હતી કે, પ્રક્રિયા, કાર્યપ્રણાલી અને પરિણામ’ ઘણી રીતે ત્રુટિપૂર્ણ હતા. સરકારી અધિકારીઓએ એ સમયે કહ્યું હતું કે, આ બાબતે બધા જરૂરી પ્લેટફોર્મ પર ઉઠાવવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંસ્થાનો રિપોર્ટ જાહેર થયા બાદ નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વિકે પૉલે કહ્યું હતું કે, ‘ભારત સ્પષ્ટ રૂપે આ આંકડાઓને નકારે છે. અમે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે આ બાબતને ઉઠાવીશું અને દુનિયાના સામે પોતાના સ્ટેન્ડ પણ રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp