કેટલાં લોકોને વેક્સિન મફત મળશે તે કહો: કોંગ્રેસનો સરકારને સીધો સવાલ

PC: outlookindia.com

કોરોના વાયરસ મહામારીને ખતમ કરવા માટે દેશમાં સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની શનિવારથી શરૂઆત થઇ ચુકી છે, સાથે જ રસીકરણને લઇને રાજનીતી પણ શરૂ થઇ ગઇ છે .કોંગ્રેસે મોદી સરકારનો ઘેરાવ કરતા પુછ્યું છે કે દેશમાં કેટલાં લોકોને, કયાંથી મફતમાં વેક્સિન મળશે? સાથે મીડિયા રિપોર્ટનો હવાલો આપીને વેક્સિનની કિંમત પર પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે આઝાદી પછી કોંગ્રેસ સરકારે વૈજ્ઞાનિક શોધને પ્રોત્સાહન આપ્યું હતુ અને કેટલાયે દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કર્યા હતા, જેથી ગંભીર બીમારીઓ સામે લડત આપી શકાય.

કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ રવિવારે એક પ્રેસ બ્રીફીંગમાં કહ્યું હતું કે, રસીકરણ અને સ્વદેશી વેક્સિન ઉત્પાદનની કોંગ્રેસની ઉપલબ્ધિઓ વિશે કહેવા માંગુ છું. પહેલા અમે રાષ્ટ્રીય ટયૂબરકલોસિસ નિયંત્રણ કાર્યક્રમ ( 1962), નેશનલ સ્મોલપોકસ ઇરેડીકેશન પ્રોગ્રામ (1962) સહીતના અનેક કાર્યક્રમો શરૂ કર્યા હતા. 2011માં દેશને પોલિયો મૂકત બનાવ્યો. આ પહેલાં વેક્સિનનો વિકાસ અને રસીકરણ કયારેય  ઇવેન્ટ કે પ્રચારનો સ્ટંટ બન્યા નથી.

સુરજેવાલાએ મોદી પર નિશાન સાધીને કહ્યું હતુ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારે આ મહત્ત્વપૂર્ણ સવાલોના જવાબ આપવા પડશે  કે મફતમાં કોરોનાની વેક્સિન કોને , કેવી રીતે અને કયાંથી મળશે?. ભારતના ડ્રગ કંટ્રોલરના કહેવા મુજબ સરકારે 16.5 મિલિયન ડોઝ ( 55 લાખ કોવેકસિન અને 1.1 કરોડ કોવિશીલ્ડ) મંગાવી છે. દરેક વ્યકિતને બે ડોઝ આપવાના હોવાથી આ વેક્સિન 82.50 લાખ ડોકટર્સ, સ્વાસ્થ્ય કર્મચારીઓને જ મળી શકશે. જયારે મોદી સરકાર એવો દાવો કરી રહી છે કે પહેલા ફેઝમાં 3 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે.

કોંગ્રેસના પ્રવકતાએ કહ્યું કે મોદી સરકાર આ જવાબ આપતા ખચકાટ અનુભવી રહી છે કે ભારતની બાકી જનસંખ્યા 135 કરોડ નાગરિકોને કોરોના વેક્સિન કેવી રીતે મળશે? સુરજેવાલાએ સવાલ કરતા કહ્યું કે શું દલિત, આદિવાસી,પછાત વર્ગ, બીપીએલ, એપીએલ, ગરીબ અને સુવિધાઓથી વંચિત લોકોને કોરોના વેક્સિન મફતમાં મળશે કે નહીં?

કોવિશીલ્ડ એસ્ટ્રાજેનેકા દ્રારા તૈયાર કરવામાં આવેલી વેક્સિન છે જેનું ઉત્પાદન દેશની સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડીયા કરી રહી છે. આ વેક્સિન ભારત સરકારને ડોઝ દીઠ 200 રૂપિયામા આપવાની ડીલ થયેલી છે. એસ્ટ્રાજેનેકાએ એક પણ રૂપિયાનો નફો લીધા વગર વેક્સિન આપવાની વાત કરી છે.

કોવેકિસન એ ભારત બાયોટેક અને આઇસીએમઆરના સહયોગથી બનાવવામાં આવી છે જેની કિંમત 295 રૂપિયા રાખવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp