બ્લેક ફંગસઃ મગજમાંથી કાઢવામાં આવ્યું ક્રિકેટ બોલથી પણ મોટું ફંગસનું જાળું

PC: timeisnow.com

કોરોના વાયરસની જેમ બ્લેક ફંગસના પણ હવે સામાન્ય રીતથી હટીને લક્ષણ દેખાવા લાગ્યા છે. આવો જ એક મામલો બિહારના ઇંદિરા ગાંધી આયુવિજ્ઞાન સંસ્થામાંથી સામે આવ્યો છે. જેમાં નાકમાંથી પ્રવેશ કરીને ફંગસ આંખો અને સાઇનસને વધારે પ્રભાવિત કરતા સીધું મસ્તિષ્કમાં પહોંચી ગયું. બિહારમાં આ પહેલો કેસ છે, જેમાં બ્લેક ફંગસ મગજમાં જોવા મળ્યું છે. જોકે, ડૉક્ટરોનું કહેવું છે કે કઠિન સર્જરીને સફળતાપૂર્વક કરતા ક્રિકેટ બોલના બરાબર ફંગસ ઈન્ફેક્શનને કાઢવામાં આવ્યું છે.

આ જાણકારી હોસ્પિટલના ડૉ. મનીષ મંડલે શનિવારે આપી છે. ડૉ. મનીષ મંડલે જણાવ્યું કે સામાન્ય રીતે નાકમાંથી પ્રવેશ કર્યા પછી બ્લેક ફંગસનું સંક્રમણ આંખોને ક્ષતિગ્રસ્ત કરે છે. જમુઇ નિવાસી અનિલ કુમારના મામલામાં નાકથી સીધા મસ્તિષ્કમાં ફંગસ ઈન્ફેક્શન પહોંચી ગયું. જેથી આંખોને કોઇ નુકસાન થયું નહીં. પણ મગજ પર તેની અસર જોવા મળી. આ સફળ ઓપરેશનને કરનારા ન્યૂરો સર્જરી વિભાગની ટીમને સંસ્થાના ડિરેક્ટર ડૉ. એનઆર વિશ્વાસે આભાર પ્રગટ કરતા આ કામ કરનારી ટીમનું પ્રોત્સાહન વધાર્યું.

મામલો શું છે

ન્યૂરો સર્જરી વિભાગના ડૉ. વ્રજેશ કુમારે જણાવ્યું કે જમુઇ નિવાસી 60 વર્ષીય અનિલ કુમારને મિર્ગી જેવા દોરા પડી રહ્યા હતા. તેઓ વારે વારે બેભાન થઇ રહ્યા હતા અને તેમની સ્થિતિ ગંભીર બની રહી હતી. તેમને આ સમસ્યા 15 દિવસથી હતી. પહેલા તેઓ ઘરે જ આની સારવાર લઇ રહ્યા હતા. જ્યારે સ્વજનો તેમને હોસ્પિટલ લઇને આવ્યા તો જાણ થઇ કે મગજમાં બ્લેક ફંગસનું સંક્રમણ છે. ત્યાર પછી નિર્ણય લેવામાં આવ્યો કે તેમની સર્જરી જલ્દી કરવામાં આવશે. 3 કલાક લાંબા ચાલેલા ઓપરેશનમાં મગજમાંથી ક્રિકેટ બોલથી મોટા આકારનું બ્લેક ફંગસ કાઢવામાં આવ્યું. આંખોને ક્ષતિગ્રસ્ત કર્યા વિના બ્રેનમાં ફંગસનું જાળું બની જવાના કારણે દર્દીને એટેક આવી રહ્યા હતા. ફંગસ અને 100 મિલીગ્રામથી વધારે મવાદ કાઢ્યા પછી ડૉક્ટરોએ દર્દીને ખતરાથી બહાર કાઢ્યો.

બ્રેનમાં ઝડપથી ફેલાયેલું ફંગસ

ડૉ.બ્રજેશ કુમારે જણાવ્યું કે બ્લેક ફંગસ નાક અને સાઇનસ પછી આંખોને જરા સ્પર્શીને મજગમાં પ્રવેશી ગયું હતું. બ્રેનમાં તે ઝડપથી ફેલાયું હતું. ફંગસ ક્રિકેટના બોલ કરતા પણ મોટું હતું. આ કારણે સર્જરી અઘરી હતી. ફંગસના જાળાને કાઢવા મુશ્કેલીભર્યા હતા, પણ અમારી ટીમે ત્રણ કલાકની અથાક મુશ્કેલી પાક કરી તેને બહાર કાઢી નાખ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp