કોરોનામાં માતા-પિતાથી વિખૂટા પડેલા 3 માસુમોને બનાવ્યા મુસ્લિમ, આધાર કાર્ડ પણ...

PC: hobomama.com

મધ્ય પ્રદેશના રાયસેનથી 3 હિન્દુ બાળકોને મુસ્લિમ ઓળખ આપવાની ઘટના સામે આવી છે. એવા સમાચાર મળી રહ્યા છે કે આ બાળકો કોરોના મહામારી દરમિયાન માતા-પિતાથી વિખૂટા પડી ગયા હતા. આ ઘટનાને લઈને રાષ્ટ્રીય બાળ આયોગ પણ સક્રિય થઈ ગયું છે. બીજી તરફ અધિકારીઓએ બાળ ગૃહનો રેકોર્ડ જપ્ત કરી લીધો છે. સાથે જ પોલીસ પણ સંચાલક વિરુદ્ધ કેસ દાખલ કરી શકે છે. ચાલો તો આ આર્ટિકલમાં વિસ્તારથી સમજીએ આ ઘટના બાબતે.

આ ઘટના મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ નજીકના જિલ્લા રાયસેનની છે. અહીં ગૌહરગંજ સ્થિત સરકારી અનુદાન પ્રાપ્ત એક બાળ ગૃહમાં 3 બાળકો રહેતા હતા. તેમાં એક છોકરી અને બે છોકરાઓ છે. આ બાળકોની ઉંમર 4-8 વર્ષ વચ્ચે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, બાળ ગૃહના સંચાલક હસીન પરવેઝે બાળકોના નામ બદલીને મુસ્લિમ કરી દીધા હતા અને તેમના નવા આધાર કાર્ડ પણ બનાવી આપ્યા હતા. એટલું જ નહીં, આધાર કાર્ડમાં બાળકોના માતા-પિતાની જગ્યાએ પરવેઝનું જ નામ નોંધાયેલું હતું.

એવા સમાચાર છે કે, વર્ષ 2020માં આ બાળકો ભોપાલમાં ભટકતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ભોપાલ કલ્યાણ સમિતિએ તેમને રાયસેન બાળ કલ્યાણ સમિતિને સોંપ્યા. ત્યારબાદ બાળકોના માતા-પિતાની શોધ થવા સુધી તેમને ગૌહરગંજ દત્તક શિશુ ગૃહમાં રાખવામાં આવ્યા હતા. તેના સંચાલનની જવાબદારી નવજીવન સામાજિક સંસ્થાની હતી.

આ રીતે થયો ખુલાસો:

NCPCR અધ્યક્ષ પ્રિયંકા કાનૂનગોની મૌખિક ફરિયાદના આધાર પર બાળ ગૃહનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જોયું કે, બાળકોની ઓળખમાં બદલાવ કરવામાં આવ્યો છે. બાળકોએ પણ જણાવ્યું કે પહેલા તેમના નામ અલગ હતા, પરંતુ અહીં તેમની ઓળખમાં બદલાવ કરવામાં આવ્યો છે. કાનૂનગોએ આ બાબતે તપાસની વાત કહી છે. તેમણે કહ્યું કે, રેકોર્ડ જપ્ત કરીને તપાસના આદેશ કરવામાં આવ્યા છે.

રિપોર્ટ્સ મુજબ વર્ષ 2020માં કોરોના વાયરસ મહામારી દરમિયાન લાગેલા લોકડાઉનમાં બાળકો માતા-પિતાથી વિખૂટા પડી ગયા હતા. હાલમાં જ બાળકોના માતા-પિતાની જાણકારી મળી શકી છે. તેઓ દમોહમાં રહે છે. તો માતા બાબતે જાણકારી મેળવવામાં આવી રહી છે. બાળ ગૃહના સંચાલક બતાવે છે કે, બાળકોને છોડવા માટે આવેલા વ્યક્તિએ તેઓ મુસ્લિમ હોવાની જાણકારી આપી હતી. જ્યારે રેકોર્ડમાં બાળકોના નામ અલગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp