કોરોના વાયરસ સામે લડવા ઈન્ડિયન રેલવેએ તૈયાર કર્યા સેનેટાઈઝર

PC: twimg.com

દેશભરમાં માસ્ક અને સેનેટાઈઝરની વધતી માગને જોતા ભારતીય રેલવે પણ સેનેટાઈઝર બનાવી રહ્યું છે. આ સેનેટાઈઝર આસનસોલના ડીઝલ શેડે તૈયાર કર્યું છે. લગભગ 500 લીટર સેનેટાઈઝર તૈયાર કરવામાં આવ્યું છે. જે રેલવેના અન્ય યૂનિટોને કામ આવશે. રેલવેની જોધપુર શાખા પહેલેથી જ 215 લીટર સેનેટાઈઝર બનાવી ચૂકી છે. જેને રેલવેના જુદા જુદા કેન્દ્રોમાં મોકલવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રેલવે અન્ય બીજા કામોમાં પણ વ્યસ્ત છે. કોરોના વાયરસ સામે લડવા માટે રેલવે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ(PPE) પણ તૈયાર કરી રહી છે. જેમાં માસ્ક અને ગ્લવ્સ પણ સામેલ છે.

જણાવી દઈએ કે, આ પહેલા પણ ભારતીય રેલવેએ લીગથી અલગ કામ કર્યું હતું. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતીય રેલવેએ જુદી જુદી જરૂરિયાતોની વસ્તુનું નિર્માણ કર્યું હતું. તે સમયે રેલવેના જમાલપુર, ત્રિચિ, આસનસોલ અને કાંચાપાડા વર્કશોપ પર એમ્બ્યુલન્સ, બખ્તબંદ ગાડીઓ, દારૂગોળા અને રોયલ એરફોર્સના ઉપયોગ હેતુ સામાન તૈયાર કરવામાં આવ્યા હતા. ધ્યાનમાં રહે કે રેલવે ખાલી પડેલ રેલવેના ડબ્બાઓને હોસ્પિટલમાં બદલવાનું કામ શરૂ કરી ચૂકી છે. જેને જરૂરત પડવા પર આઈસોલેશન વોર્ડ તરીકે ઉપયોગમાં લઈ શકાશે.

રેલવેનું દેશભરમાં વિસ્તૃત નેટવર્ક છે અને રેલગાડીમાં સ્થાપિત હોસ્પિટલોને તે વિસ્તારોમાં લઈ જઈ શકાશે જ્યાં સંક્રમિતોની સંખ્યા વધારે છે કે જ્યાં મેડિકલ સુવિધા યોગ્ય ન હોઈ.

જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે રાતે 8 વાગ્યે પૂરા દેશમાં લોકડાઉનનું એલાન કર્યું હતું અને દેશના નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ પોતાના ઘરમાંથી બહાર નીકળે નહીં. 21 દિવસો માટે ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. દેશના ઘણાં ભાગોમાં તેનું પાલન કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp