ઈરાને કોરોનાકાળમાં થયેલા મોત માટે ચીન નહીં આ દેશને જવાબદાર ગણાવ્યો

PC: aljazeera.com

અમેરિકન પ્રતિબંધોના કારણે હજારો ઈરાની લોકોના મોત કોવિડ-19 દરમિયાન થયા હતા. આ વાત ઈરાનના માનવાધિકાર આયોગના એક શીર્ષ અધિકારીએ કહેતા તેના માટે અમેરિકાને દોષી ઠેરવ્યું છે. ઈરાનની ઓફિશિયલ સમાચાર એજન્સીએ ન્યુયોર્કમાં ઈરાની મીડિયા સાથે વાતચીત દરમિયાન ઈરાની ઉચ્ચ માનવાધિકાર પરિષદના સચિવ અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ માટે ઈરાની ન્યાયપાલિકાના ઉપ પ્રમુખ કાઝેમ ગરીબાબાદીએ આ ટિપ્પણી કરી છે. ન્યુઝ એજન્સી અનુસાર, યાત્રા દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકોમાં ભાગ લેશે.

સમાચાર એજન્સી રિપોર્ટ અનુસાર, ગરીબાબાદીએ કહ્યું કે, પ્રતિબંધોએ ઈરાનને નાણાંકીય ચેનલોના માધ્યમથી ધન હસ્તાંતરિત કરવાથી રોકી દીધું, જેનાથી દેશ માટે કોવિડ-19ની વેક્સીન અને આવશ્યક દવાની આયાત કરવી મુશ્કેલ થઇ ગઇ. તેમણે કહ્યું કે, અમેરિકા અને અમુક યુરોપીયન દેશોએ ઈરાનીઓના માનવાધિકારોનું સમર્થન કરવાનો દાવો કર્યો છે, ખાસકરીને ઈરાનમાં હાલના રમખાણો દરમિયાન, જ્યારે લાખો ઈરાનીઓનું જીવન અમેરિકાના પ્રતિબંધો અને અમુક યુરોપિયન દેશોના અનુપાલથી પ્રભાવિત થયું છે.

તેમનું માનવું છે કે, અમે જોઇએ છીએ કે, જે પોતે માનવાધિકારોનો પૈરોકાર માને છે, વિશેષ રૂપે અમેરિકા અને અન્ય પશ્ચિમી રાજ્ય, મોટા પાયે પોતાના ક્ષેત્રોમાં કે અન્ય દેશોમાં આ રીતના અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. પાછલા ચાર દાયકાઓમાં ઈરાન સતત અમેરિકન પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. 2018 બાદ પ્રતિબંધો તેજ થઇ ગયા, જ્યારે વોશિંગ્ટને તહેરાન અને વિશ્વ શક્તિઓ વચ્ચે 2015ની પરમાણુ સમજૂતીથી હાથ ખેંચી લીધો હતો.

ઈરાની સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં અત્યાર સુધી લગભગ 7 લાખ 56 હજાર લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે, જેમાંથી 144609 લોકોનું કોરોના વાયરસથી મોત થઇ ચૂક્યું છે. અમેરિકન પ્રતિબંધોના કારણે, જેણે અપ્રત્યક્ષ રૂપે ઈરાનના દાવા અ અન્ય માનવીય વસ્તુઓની આયાતને પ્રભાવિત કરી છે, દેશ શરૂઆતમાં કોવિડ-19ની વેક્સીન અને અન્ય આવશ્યક દવાઓ ન ખરીદી શક્યા, 2021માં પ્રતિ દિન લગભગ 700 લોકોના મોત થયા હતા.

હાલ વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમણ કાબુમાં રહેતું નજરે પડે છે. ચીન સિવાય આખા વિશ્વમાં કોરોના વાયરસની ગતિ ધીમી પડી રહી છે. હજુ પણ ચીનમાં કોરોના વાયરસ કાબુમાં આવ્યું નથી અને લોકડાઉન લાગી રહ્યા છે અને નવા પ્રતિબંધો સરકાર લાદી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp