સેનિટાઈઝરવાળા હાથે ખાવું સેફ છે કે ખતરનાક? જાણો ઉપયોગની સાચી રીત

PC: azom.com

કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. લોકો જાણે છે કે, તેને સ્વચ્છતા દ્વારા જ હરાવી શકાય તેમ છે. આથી હાલના દિવસોમાં સેનિટાઈઝરનું વેચાણ ખૂબ જ વધી ગયું છે. તેની તમારા સ્વાસ્થ્ય પર શું અસર પડશે એ જાણ્યા વિના લોકો આડેધડ તેનો ઉપયોગ કરી રહ્યા છે. લોકોને એ પણ ખબર નથી કે સેનેટાઈઝરના ઉપયોગની સાચી રીત શું છે. અહીં તેના વિશે જ માહિતી આપવામાં આવી છે.

સેનિટાઈઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, સાબુ અને પાણીથી હાથ ધોવા એ વધુ સારો વિકલ્પ છે. જો તમારી આસપાસ સ્વચ્છ પાણી અને સાબુ હોય તો સેનિટાઈઝરનો ઉપયોગ ટાળવો જોઈએ. મોટાભાગના લોકો એવું વિચારે છે કે,  સેનિટાઈઝર હાથમાં લઈને 2-3 સેકન્ડ ઘસવાથી હાથ સાફ થઈ જાય છે. પરંતુ એવું નથી હોતું. સેનિટાઈઝર હાથમાં લઈને 10-12 સેકન્ડ સુધી હાથ પર ઘસવું જોઈએ. તમારા હાથના ખૂણે-ખૂણામાં સેનિટાઈઝર લાગવું જોઈએ, તો જ તે પ્રભાવી થઈ શકે છે. WHOની ગાઈડલાઈનમાં પણ એવું જ જણાવવામાં આવ્યું છે કે, સેનિટાઈઝને હથેળીઓની આસપાસ રગડો. બંને હાથોની આંગળીઓની વચ્ચે ઘસો, અંગૂઠાને હળવે-હળવે ઘસવાનું ના ભૂલતા. સેનિટાઈઝર લો ત્યારે તેની માત્ર 5 mlથી વધારે હોવી જોઈએ, તો જ તમારા હાથ યોગ્યરીતે સાફ થશે. સાથે જ જ્યારે તમે સેનિટાઈઝરનો પ્રયોગ કરો ત્યારે તમારા હાથ ગંદા ના હોવા જોઈએ.

સેનિટાઈઝર ખરીદતી વખતે એ સુનિશ્ચિત કરો કે તેમાં 60-70 ટકા આલ્કોહોલની માત્રા હોય. તે પણ ઈથાઈલ અથવા આઈસોપ્રોપાઈલ આલ્કોહોલ હોવું જોઈએ. તેના કરતા વધુ માત્રા સારી નથી. એટલું જ નહીં, સેનિટાઈઝર લગાવેલા હાથથી ખાવું ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ તે તેમાં ભારે માત્રામાં આલ્કોહોલ હોય છે, જે તમારી કિડની, લીવર અને હૃદયને પ્રભાવિત કરી શકે છે. સેનિટાઈઝર લગાવ્યાના 20 સેકન્ડ બાદ ખાવાનું શરૂ કરો. આટલીવારમાં તે બાષ્પ બની જાય છે.

સેનિટાઈઝર કેટલીવાર સુધી પ્રભાવી હોય છે, એ સવાલના જવાબમાં વિશેષજ્ઞોનું કહેવું છે કે, જ્યારે તમે સેનિટાઈઝર લગાવો ત્યારે તમારા હાથની સપાટી પર રહેલા વિષાણુનો નાશ થાય છે. ઉપયોગના 20 સેકન્ડ બાદ જો તમે ફરી કોઈ સામાનને હાથ લગાવો તો તમારે ફરી હાથ સાફ કરવા પડશે. તેમજ વારંવાર સેનિટાઈઝરનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

સેનિટાઈઝરનો ઉપયોગ કરતી વખતે આ 10 બાબતોનું ધ્યાન રાખોઃ

  1. સેનિટાઈઝરનો ઉપયોગ સ્વચ્છ દેખાતા હાથો પર જ કરો.
  2. સેનિટાઈઝમાં 60-70 ટકા ઈથાઈલ અથવા આઈસોપ્રોપાઈલ આલ્કોહોલ હોવું જોઈએ.
  3. હાથ સાફ કરતી વખતે WHOની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખો.
  4. 15-20 સેકન્ડ સુધી હાથ ઘસો, તમામ ભાગ સુધી સેનિટાઈઝર પહોંચવું જોઈએ.
  5. હેન્ડસેનિટાઈઝરને પ્રાથમિકતા ના બનાવો.
  6. સ્વચ્છ પાણી વડે હાથ ધોયા બાદ સેનિટાઈઝરનો ઉપયોગ ના કરો.
  7. સેનિટાઈઝરની માત્રાનું ધ્યાન રાખો.
  8. પોતાના મોઢા પર સેનિટાઈઝરનો ઉપયોગ ના કરો.
  9. સેનિટાઈઝરનો ઉપયોગ ત્યારે જ કરો, જ્યારે હાથ ધોવાની વ્યવસ્થા ના હોય.
  10. સાબુ-પાણી વડે હાથ ધોવા વધુ પ્રભાવી છે, આથી જરૂરિયાત પ્રમાણે જ સેનિટાઈઝરનો પ્રયોગ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp