જાણીતા મેડિકલ જર્નલ Lancetનો દાવો, સંક્રમણ બાદ કોરોના વાયરસ સતત બે વર્ષ..

PC: news18.com

જાણીતી મેગેઝીન The Lancetએ દાવો કર્યો છે કે સ્વસ્થ થયેલા દર્દીઓમાં બે વર્ષ બાદ પણ કોરોના સંક્રમિત થયેલા જોવા મળ્યા. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ હૉસ્પિટલમાં એડમિટ થયેલા અરધા દર્દીઓમાં બે વર્ષ બાદ પણ ઓછામાં ઓછું એક લક્ષણ છે. The Lancet મેડિસિને પોતાની સ્ટડીમાં કહ્યું કે કોરોના વાયરસથી રિકવર થયેલા દર્દીના ઘણા અંગો પર તેનો પ્રભાવ પડ્યો છે. The Lancetએ કહ્યું કે, શરૂઆતી રોગની ગંભીરતા છતા કોરોના વાયરસના દર્દીના સ્વસ્થ થવામાં શારીરિક અને માનસિક સુધાર થયો છે.

બે વર્ષની અંદર જ દર્દી પોતાના કામ પર ફરી ગયા, જોકે તેમાં લક્ષણ મોટા સ્તર પર હતા. આ બે વર્ષોમાં સામાન્ય વસ્તીની તુલનામાં કોરોના વાયરસથી બચેલા લોકોની સ્વાસ્થ્ય સ્થિતિ ઓછી હતી. સ્ટડીના નિષ્કર્ષથી જાણકારી મળી કે મહામારીના જોખમને ઓછું કરવા માટે પ્રભાવી હસ્તક્ષેપ કરવાની જરૂરિયાત છે. સંક્રમણ બાદ કોરોના વાયરસ સતત બે વર્ષની લાંબી અવધિ સુધી રહી શકે છે. એ દર્શાવે છે કે તેના માટે તાત્કાલિક પગલાં ઉઠાવવાની જરૂરિયાત છે.

The Lancetમા કહેવામાં આવ્યું કે કોરોના વાયરસના પ્રભાવને ઓછો કરવા માટે ભવિષ્યમાં સ્ટડીથી રોગજનનની જાણકારી મેળવવી જોઈએ. સતત સારી રણનીતિ સાથે આગળ વધવું પડશે. મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસથી બહાર આવી ચૂક્યા છે. ત્યારબાદ પણ આ લોકોમાં સંક્રમણના લક્ષણ રહેવા ગંભીર ચિંતાનો વિષય છે. આ અગાઉ યુનાઈટેડ કિંગડમ (UK)ની એક સ્ટડીમાં કહેવામાં આવ્યું હતું કે હૉસ્પિટલમાં એડમિટ થયેલા 4માથી માત્ર એક દર્દી જ કોરોના વાયરસ થાય બાદ સારો થઈ શકે છે.

એ દર્શાવે છે કે, કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓમાં આ બીમારીની અસર લાંબા સમય સુધી રહેશે. કોરોના વાયરસથી સાજા થયેલા દર્દીઓમાં થાક, માંશપેશીઓમાં દુઃખાવો, ખરાબ ઊંઘ અને શ્વાસ ફૂલવા જેવા લક્ષણ નજરે પડે છે, જે દર્શાવે છે કે આ દર્દીઓમાં કોરોના વાયરસના લક્ષણ લાંબા સમય સુધી રહેવાના છે અને પ્રભાવી ઉપચાર વિના આ બીમારી દીર્ઘકાલિક સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. સ્ટડીમાં સામે આવ્યું કે, કોરોના વાયરસ થયા બાદ પણ દર્દીઓમાં દુઃખાવો અને બેચેનીની ફરિયાદ જોવા મળી. એ સિવાય એંગ્ઝાઇટી અને ડિપ્રેશનની ફરિયાદ પણ રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp