આ રાજ્યમાં સરકારી કર્મચારીઓ માટે અઠવાડિયામાં એક દિવસ ઓફિસ જવું ફરજિયાત

PC: economictimes.com

મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે કહ્યું છે કે, સરકારી કર્મચારીઓ માટે લોકડાઉન દરમિયાન અઠવાડિયામાં એક દિવસ ઓફિસમાં ઉપસ્થિત થવું જરૂરી રહેશે, જેમાં તેઓ જો નિષ્ફળ રહે છે તો તેમણે પગાર કાપનો સામનો કરવો પડશે. અતિરિક્ત મુખ્યસચિવ મનોજ સૌનિક દ્વારા બહાર પાડેલી નોટિફિકેશન અનુસાર, દરેક સરકારી વિભાગોને તેમના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓનું એક રોસ્ટર તૈયાર કરવા કહ્યું છે. આદેશ અનુસાર, સ્વીકૃત અવકાશ કે મેડિકલ લીવના કર્મચારીઓને છોડી દરેક કર્મચારીઓએ ફરજિયાતપણે અઠવાડિયામાં એક દિવસ ઓફિસ જરૂર જવાનું રહેશે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, લોકડાઉન દરમિયાન પરવાનગી વિના ઓફિસ નહીં પહોંચનારાઓ સામે વિભાગીય પ્રમુખ દ્વારા અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં એ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ કર્મચારી તેના નક્કી કરેલા દિવસે ઓફિસમાં ગેરહાજર રહે છે તો તેના આખા અઠવાડિયાનો પગાર કાપી લેવામાં આવશે.

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ કર્મચારીએ અઠવાડિયામાં એક દિવસ કરતા વધારે સમય માટે હાજર રહેવું છે તો તેમનો પગાર માત્ર તે દિવસનો જ કપાશે જે દિવસે તે ગેરહાજર રહ્યો હોય. આ આદેશ 8 જૂનથી લાગૂ રહેશે. લોકડાઉન 30 જૂન સુધી લાગૂ છે. આ નોટિફિકેશન ત્યારે બહાર પાડવામાં આવી છે, જ્યારે એવી ખબરો સામે આવી રહી હતી કે કર્મચારી લોકડાઉન દરમિયાન કામ કરવા માટે ઓફિસ પહોંચી રહ્યા નથી અને અમુક તો તેમના ગામ ચાલ્યા ગયા છે. વર્તમાનમાં સરકારી ઓફિસોમાં 5 ટકા કર્મચારીઓ કે 10 લોકોની સાથે કામ ચલાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જે કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે. અનલોક 1નું પહેલું ચરણ શરૂ થયા તે પહેલા જ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા ઝડપથી વધી રહ્યા છે. કોરોના વાયરસ સંક્રમિતોનો કુલ આંકડો આજે 2.36 લાખને પાર કરી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાયરસ દર્દીની કુલ સંખ્યા 2,36,657 થઈ ગઈ છે અને જ્યારે કોરોના વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં દેશમાં 6642 લોકોના મોત થયા છે. તો પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 9887 નવા કેસો સામે આવ્યા છે અને 294 લોકોના મોત થયા છે. તો બીજી તરફ રાહતની વાત એ છે તે 1,14,073 કોરોના દર્દી સાજા થઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp