નવરાત્રિ હોવાથી વેક્સીન લેવા માતાજીએ રજા આપી, ભૂવાના કહેવાથી અહીં લોકોએ રસી લીધી

PC: DainikBhaskar.com

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે. ત્યારે હવે કોરોનાના કેસ ફરીથી વધે નહીં અને જે ત્રીજી લહેરની આશંકા છે તે લહેર ન આવે તે માટે સરકાર દ્વારા વેક્સનેશનને ગતિ આપવામાં આવી છે. રાજ્યના કેટલાક શહેરોમાં વેક્સીન નહીં લીધી હોય તેવા લોકો માટે સરકારી કચેરી અને ફરવાલાયક સ્થળો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે હજુ પણ રાજ્યના એવા કેટલાક ગામડાઓમાં છે કે જ્યાં લોકોએ અંધશ્રદ્ધાના કારણે વેક્સીન લીધી નથી. તેથી હવે તંત્ર દ્વારા ભૂવાઓની મદદથી લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર રાજકોટના વિંછીયા પંથકમાં આવેલા ગામડાઓમાં લોકો વેકસીન લેવા માટે તૈયાર નથી. તેથી આ લોકોમાં વેક્સીનેશનને લઇને જાગૃતતા આવે એટલા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ જે તે વિસ્તારના ભૂવાઓ સાથે બેઠક કરી હતી અને ભૂવાઓને કહ્યું હતું કે, તેઓ લોકોને વેક્સીન લેવા માટે સમજાવે. આરોગ્ય વિભાગના અધિકારીઓ દેવધરી, ઓરી, સમઢિયાળા, આકડિયા અને લાખાવડ ગામમાં રહેતા ભૂવાઓને મળ્યા હતા. ત્યારબાદ ભૂવાઓએ માતાજીની આગળ વેક્સીન મૂકીને દાણા જોઈને લોકોને કહ્યું નવરાત્રી હોવાથી માતાજી રાજી થયા છે અને સૌને વેક્સીન લેવા રજા આપી છે. તેથી ભૂવાના કહેવાથી લોકો વેક્સીન લેવા ગયા હતા.

આ બાબતે THO ડૉક્ટર ખાંભલાએ જણાવ્યું હતું કે, નવરાત્રીના તહેવારના કારણે ભૂવાઓ માતાજીના મઢમાં હોય છે. તેથી ત્યાં ભક્તો વધારે પ્રમાણમાં આવે છે. એટલા માટે જ અમે ભાવિકોની હાજરીમાં ભૂવાઓએ ભક્તોને વેક્સીન લેવા માટે હાંકલ કરી એટલા માટે આ વિસ્તારના જે લોકો છેલ્લા 6 મહિનાથી વેક્સીન લેવા તૈયાર થતા નહોતા તેઓ પણ વેક્સીન લેવા માટે તૈયાર થયા છે. ભૂવાઓએ લોકોને વેક્સીન લેવાનું કહેતા જ પહેલા દિવસ 70થી વૃદ્ધ લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો.

મહત્ત્વની વાત છે કે, વિંછીયા પંથકમાં ઘણા એવા ગામડાઓ છે કે, જેમાં લોકો માતાજીએ વેક્સીન લેવાની રજા આપી નથી તેવું કહીને રસી લેવાનું ટાળતા હતા. પણ હવે આરોગ્ય વિભાગના અધિકારીઓએ લોકો વેક્સીન લે એટલા માટે ભૂવાઓને પહેલા સમજાવ્યા અને પછી ભૂવાએ માતાજીના દાણા જોઈને વેક્સીન લેવાની મંજૂરી છે તેવું કહેતા શ્રદ્ધાળુઓ વેક્સીન લેવા માટે તૈયાર થયા હતા. મહત્ત્વની વાત છે કે, કોરોનાથી બચવા માટે વેક્સીન એક માત્ર ઉપાય છે. એટલા માટે જ રાજ્ય સરકાર દ્વારા વેક્સીનેશન વેગ આપવામાં આવ્યો છે અને લોકોને સમય આવે એટલે વેક્સીન લેવા માટે અપીલ કરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp