નોર્થ કોરિયામાં 2 વર્ષ બાદ નોંધાયો કોરોનાનો પ્રથમ કેસ, કિમ જોંગે લીધો આ નિર્ણય

PC: ndtv.com

કોરોના મહામારીના બે વર્ષ બાદ નોર્થ કોરિયામાં કોરોનાનો કેસ મળી આવતા કિમ જોંગ ઉને આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું કે, રવિવારે પ્યોંગયાંગમાં તાવથી પીડાતા દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેની ચકાસણી કરવામાં આવી હતી. બાદમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોન હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.

નોર્થ કોરિયામાં કોરોનાનો કેસ નોંધાતા નોર્થ કોરિયન મીડિયાએ તેને ગંભીર રાષ્ટ્રીય કટોકટીની જાહેર કરી હતી. નોર્થ કોરિયામાં આ પહેલો કેસ નોંધાતા કિમ જોંગ ઉને કોરોનાથી બચવાના ઉપાયોને હજુ વધારવાની સુચના આપી હતી. ઉપરાંત કોરોના ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન કરવા પણ કહ્યું હતું. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું કે, ગુરુવારે રાજધાની પ્યોંગયાંગમાં કેટલાક લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી અને તેમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોન હોવાની પુષ્ટિ થઈ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) મુજબ ઉત્તર કોરિયામાં 2020ના અંત સુધીમાં 13,259 શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી હતી પરંતુ તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

એજન્સીએ કહ્યું હતું કે, ઓમીક્રોન વેરિયન્ટ સાબિત થયા બાદ કિમ જોંગ ઉને પાર્ટીના પોલિત બ્યૂરો અને અન્ય અધિકારીઓની બેઠક બોલાવી અને જાહેરાત કરી કે, કોરોનાથી બચવાના નિયમોને કડકાઈથી લાગુ કરવા અને લોકોને તેનું પાલન કરાવવું. ન્યૂઝ એજન્સીએ કહ્યું કે, બેઠકનો હેતુ કોરોનાના ટ્રાન્સમિશનને રોકવું અને ઓછામાં ઓછા સમયમાં આ મહામારીને પૂરી કરવાનો હતો.
જાણકારોનું કહેવું છે કે, નોર્થ કોરિયાની ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થાને જોતા દેશને કોરોનાના ગંભીર પરિણામ ભોગવવા પડે છે.


2020ની શરૂઆતમાં કોરોના જેવા લક્ષણો ધરાવતા લોકોને છોડી દેવામાં આવ્યા અને બે વર્ષ સુધી બીજા દેશનો પ્રવાસ અને વેપાર ઉપર મનાઈ કરવામાં આવી હતી. પરમાણુ હથિયાર અને મિસાઈલને લઈને જે પ્રતિબંધો ભોગવી રહ્યું છે તે પછી કોરોનાથી બચવા માટે વેપાર અને મુલાકાતીઓની નો એન્ટ્રીથી નોર્થ કોરિયાની અર્થ વ્યવસ્થાને ઘણું નુકશાન થયું છે. મહત્વનું છે કે, જ્યારે કોરોના મહામારીની શરૂઆત થઇ ત્યારથી બે વર્ષ દરમિયાન નોર્થ કોરિયામાં કોરોના વાઇરસની એન્ટ્રી થઇ નહતી. કીમ જોંગ ઉને પોતાના દેશમાં કોરોના વાઈરસ પગ પસારે નહીં તે માટે અનેક સાવચેતીના લીધા પગલા હતા. જો કે, હવે કોરોનાની એન્ટ્રી થતા સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp