આ રાજ્યમાં આજે કોઈને નહીં લગાવવામાં આવે કોરોનાની રસી, સરકારે બતાવ્યું આ કારણ

PC: voanews.com

કોરોના કાળ બધા માટે જ કપરો થઈ પડ્યો નહો, લોકોએ કોરોના કાળમાં નોકરી અને જીવ બંને ગુમાવ્યા. હવે આખી દુનિયામાં કોરોનાના રસીકરણનું અભિયાન શરૂ થઈ ગયું છે. ભારતમાં પણ કોરોના વાયરસના રસીકરણ અભિયાનની શરૂઆત કાલથી થઈ ગઈ છે. પહેલા દિવસના રસીકરણ બાદ ઓડિશા સરકારે કહ્યું કે રવિવારે રાજ્યમાં કોઈને પણ રસી લગાવવામાં આવશે નહીં. સરકારનું કહેવું છે કે તેઓ રસી લેનારાઓની પરિસ્થિતિ પર ધ્યાન રાખશે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અતિરિક્ત મુખ્ય સચિવ પીકે મોહપાત્રાએ આ જાણકારી આપી હતી. પીકે મોહાપાત્રાએ કહ્યું હતું કે, ‘જેમણે રસી લીધી છે, અમે તેમના ઉપર નજર રાખવા માંગીએ છીએ. સોમવારથી આ રસીકરણ ફરી શરૂ થશે અને ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી 3 લાખ 28 હજાર સ્વાસ્થ્યકર્મીઓનું રસીકરણ ન થઈ જાય.

તમને જણાવી દઈએ કે ઓડિશા પહેલું રાજ્ય છે જેણે રસીકરણ પ્રોગ્રામ પર એક દિવસની રોક લગાવી છે. પહેલા દિવસે ઓડિશામાં 8 હજાર 675 લોકોને  રસીકરણ કરવામાં આવ્યું છે. હવે સરકાર આ તમામ લોકોને આજે એટલે રવિવારે ઓબ્ઝર્વ કરશે. સોમવારે ફરી એકવાર રસીકરણનું અભિયાન શરૂ કરી દેવામાં આવશે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાતચીત કરતાં રસી લગાવનારી પહેલી વ્યક્તિ બિરાંચી નાઈકે કહ્યું હતું કે, ‘મને લગભગ એક કલાક પહેલા રસી મૂકવામાં આવી. હું એકદમ સારો છું. મને કોઈ પરેશાની અનુભવાઈ રહી નથી.

દેશમાં પહેલા દિવસે એટલે કે 16 જાન્યુઆરીના રોજ 1 લાખ 91 હજાર 181 લોકોને કોરોના વાયરસની રસી લગાવવામાં આવી હતી. તેના માટે દેશભરમાં 3351 વેક્સીનેશન સેન્ટર્સ બનાવવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે બિહારમાં 16 હજાર 401, આંધ્ર પ્રદેશમાં 16 હજાર 963, ઉત્તર પ્રદેશમાં 15 હજાર 975, ગુજરાતમાં 8 હજાર 557, આસામમાં 2721 અને પંજાબમાં 1200 લોકોને રસી આપવામાં આવી હતી. છત્તીસગઢમાં 4985, હરિયાણામાં 4656, હિમાચલ પ્રદેશમાં 1408, જમ્મુ-કાશ્મીરમાં 1854 અને ઝારખંડમાં 2897 લોકોને રસી લગાવવામાં આવી હતી. એ સિવાય કર્ણાટકમાં 12 હજાર 637, મધ્ય પ્રદેશમાં 6 હજાર 739, મહારાષ્ટ્રમાં 15 હજાર 727, રાજસ્થાનમાં 9 હજાર 279 અને ઓડિશામાં 8 હજાર 675 લોકોને રસી લગાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp