પહેલા દિવસે આશરે 2 લાખ લોકોને લગાવવામાં આવી વેક્સિન, અહીં થઇ આડઅસર

PC: financialexpress.com

દેશમાં કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં વેક્સિનેશનનું કામ ગઈકાલથી શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોરોના વાયરસ મહામારી વિરુદ્ધના વેક્સિનેશન પ્રોગ્રામની શરૂઆત કરાવી હતી. વેક્સિનેશન પ્રોગ્રામ હેઠળ પહેલા જ દિવસે દેશભરમાં આશરે 2 લાખ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન આપવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોના કેસની સંખ્યા  1 કરોડ ઉપર પહોંચી ગઈ છે. જેના પછી દેશમાં કોરોના વેક્સિન કોવીશિલ્ડ અને કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. જેના પછી 16 જાન્યુઆરી એટલે કે ગઈકાલથી દેશભરના વેક્સિનેશન પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે, ભારતમાં વેક્સિનેશનના પહેલા દિવસે 3352 સેન્ટર પર આશરે 1,65,714 સ્વાસ્થ્યકર્મીઓ અને સફાઈકર્મીઓને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.

તેની સાથે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધા પછી કેટલાંક લોકોમાં માઈલ્ડ સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી હતી. વેક્સિન લગાવ્યા પછી દિલ્હી સ્થિત AIIMS હોસ્પિટલના એક ગાર્ડને એલર્જી થઈ હતી, જ્યારે પશ્ચિમ બંગાળમાં એક નર્સના બેહોશ થઈ જવા પર તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે કોલકોત્તામાં 35 વર્ષની એક નર્સને કોવીશિલ્ડના પહેલા ડોઝ આપ્યાના થોડા સમય પછી તે બેહોશ થઈ જતા તેને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી છે.

જ્યારે દિલ્હીમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(AIIMS)માં શનિવારે એક ગાર્ડને કોવેક્સિનનો પહેલો ડોઝ આપ્યા પછી તેને એલર્જી થઈ હતી, જેના બાદ તેને પણ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો હતો. AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાના કહેવા પ્રમાણે શનિવારે સાંજે ચાર વાગ્યે આ ગાર્ડને પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. તેના 15-20 મિનિટ પછી તેની ધડકનો વધી ગઈ હતી અને તેના શરીર પર ચકામા પડવા લાગ્યા હતા, જેના પછી સારવાર અર્થે તેને દાખલ કરવામાં આવ્યો હતો.

ગુલેરીયાએ કહ્યું હતું કે તેનો તત્કાળ ઉપચાર કરવામાં આવતા તેની સ્થિતિ હાલ સુધારા પર છે. તેને હાલ થોડા સમય માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે અને તેની કન્ડીશન પર નજર રાખવામાં આવી રહી છે. ઓફિશિયલ આંકડાઓ પ્રમાણે AEFI(વેક્સિન પછીની અસર)નો એક ગંભીર અને 52 સામાન્ય મામલા એ સ્વાસ્થ્યકર્મચારીઓમાં જોવા મળ્યા હતા, જેમણે દિલ્હીમાં શનિવારે કોવિડ-19 વેક્સિન પ્રોગ્રામના પહેલા દિવસે કોરોનાની વેક્સિન લગાવડાવી હતી. સ્વાસ્થ્યકર્મીઓ સિવાય રણદીપ ગુલેરીયા, નીતિ આયોગના સભ્ય વીકે પૌલ, બીજેપી સાંસદ મહેશ શર્મા અને પશ્ચિમ બંગાળના મંત્રી નિર્મલ માંઝીએ પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લગાવડાવ્યો હતો. આખા ભારતમાં મોટાપાયે કોરોના વેક્સિનના કાર્યક્રમની શરૂઆત કરાવવામાં આવી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp