ICMR સીરો સરવેઃ કોરોના એન્ટીબોડી મધ્ય પ્રદેશમાં સૌથી વધારે, જાણો ગુજરાતમાં કેટલી

PC: indianexpress.com

દેશના 21 રાજ્યોમાં કરવામાં આવેલા સીરો સરવેમાં સામે આવ્યું છે કે અહીં બેથી ત્રીજા ભાગની વસતીમાં કોરોના વાયરસ એન્ટીબોડી ડેવલપ થઇ છે. 79 ટકા એન્ટીબોડીની સાથે મધ્ય પ્રદેશ આગળ છે. જ્યારે માત્ર 44.4 ટકા એન્ટીબોડીની સાથે કેરળ સૌથી પાછળ છે. ચિંતાની વાત એ છે કે હાલમાં દેશમાં સૌથી વધારે સંક્રમણના કેસો કેરળમાંથી જ સામે આવી રહ્યા છે.

ઈન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ(ICMR) દ્વારા 14 જૂનથી 16 જુલાઇની વચ્ચે કરવામાં આવેલા સીરો સરવેની રિપોર્ટ બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી છે. દેશના 70 જિલ્લાઓમાં ICMRનો આ ચોથો સીરો સરવે છે. કોઇ એક વસતીના બલ્ડ સીરમમાં એન્ટીબોડીનાં લેવલને સીરોપ્રિવલેંસ કે સીરોપોઝિટિવિટી કહેવામાં આવે છે.

આ પરિણામને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને સૂચન આપ્યું કે તેઓ ICMRના દિશા નિર્દેશમાં પોતાનું સીરોપ્રિવલેંસ સ્ટડી કરાવે. તે સીરો સરવેના પરિણામને કોરોનાના વધુ સારા નિયંત્રણ માટે ઉપયોગ કરી શકાશે.

ICMRના સીરો સરવે નેશનલ લેવલ પર કોરોના સંક્રમણના ફેલાવાને સમજવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. માટે તેના પરિણામ જિલ્લા અને રાજ્યોની વચ્ચે સીરોપ્રિવલેંસની વિવિધતા કે વેરાઇટી દેખાડતા નથી.

એન્ટીબોડી ટેસ્ટને સીરો સરવે કહેવાય છે

કોઇપણ એક વસતીના બ્લડ સીરમમાં એન્ટીબોડીની મોજૂદગી જાણવા ટેસ્ટ કરવામાં આવે છે. જેને સીરો સરવે કહેવામાં આવે છે. જો આ ટેસ્ટમાં કોઇ એક વ્યક્તિમાં એન્ટીબોડીનું સ્તર વધારે મળે છે તો તેનાથી સમજી શકાય છે કે તે વ્યક્તિને પહેલા સંક્રમણ થઇ ચૂક્યું છે. જેનાથી કોરોનાની મોજૂદગી અને તેના સંક્રમણના ટ્રેંડને મોનિટર કરવામાં મદદ મળે છે.

સામાન્ય રીતે સીરો સરવે એવી વસતી પર કરવામાં આવે છે, જેના પરિણામને આખા દેશની વસતી પર ઉપયોગમાં લઇ શકાય. વસતીની પસંદગી ઘણી સેમ્પલિંગ ટેક્નિકથી કરવામાં આવે છે. સીરો સરવે મોટી વસતી પર કરવાની જરૂર રહેતી નથી.

સરવે અનુસાર, મધ્ય પ્રદેશમાં લગભગ સાત કરોડની વસતીમાંથી 79 ટકા વસતીમાં એન્ટીબોડી મળી છે. તો બિહારમાં 75 ટકા, ઉત્તર પ્રદેશમાં 71 ટકા વસતીમાં કોરોના એન્ટીબોડી મળી છે.

રાજસ્થાનમાં 76.2 ટકા, ગુજરાતમાં 75.3 ટકા, છત્તીસગઢમાં 74.6 ટકા, આંધ્ર પ્રદેશમાં 70.2 ટકા, મહારાષ્ટ્રમાં 58 ટકા અને આસામમાં 50.3 ટકા વસતીમાં એન્ટીબોડી મળી આવી છે. કેરળમાં સૌથી ઓછી 44.4 ટકા વસતીમાં એન્ટીબોડી મળી છે. વર્તમાનમાં ભારતમાં સામે આવી રહેલા કોરોનાના કુલ કેસોમાં એકમાત્ર કેરળમાંથી જ સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp