26th January selfie contest

ત્રણ લગ્નોમાં ક્લેક્ટરની ટીમ ત્રાટકી, વરરાજાના પિતા, રિસોર્ટ માલિક સામે કેસ

PC: aajtak.in

મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાને લઈને તંત્રએ કડક પગલાં લેવાના શરૂ કરી દીધા છે. પાલઘર જિલ્લાના ક્લેક્ટરે રવિવારે ત્રણ લગ્ન પ્રસંગની ઉજવણીમાં ભંગ પાડ્યો હતો. ખાસ વાત એ છે કે, ક્લેક્ટરે જાણ્યું હતું કે, દરેક લગ્ન પ્રસંગમાં 500થી વધારે લોકો હતા. તેથી ક્લેકટરે લગ્ન પ્રસંગના આયોજક પર કેસ કરી કાયદેસરના પગલાં લીધા છે.

પાલઘર જિલ્લા ક્લેક્ટરના અધિકારી અને તલાટી સાથે સતપતિ, શિરગાંવ જલદેવી રીસોર્ટ અને ઉમરોલી બિરગાંવના ત્રણ લગ્ન પ્રસંગમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. રવિવારે કરવામાં આવેલી આ કામગીરીમાં જિલ્લા ક્લેક્ટરના અધિકારીઓએ જાણ્યું હતું કે, ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું નથી. મહારાષ્ટ્ર રાજ્ય સરકારે લગ્ન સમારોહમાં 50થી વધારે લોકોને ભેગા થવા પર મનાઈ કરી છે. પાલઘર જિલ્લા ક્લેક્ટર માણીક ગુરસાલે ડે. ક્લેક્ટર કિરણ મહાજન અને તલાટી સુનીલ શિંદે સાથે ત્રણ જગ્યાએ સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું.

ગાઈડલાઈન્સને બાજુએ મૂકીને ઉજવણી કરતા વરરાજાના પિતા, રીસોર્ટ માલિક, ડીજે અને કેટરસ સામે કાયદેસરના પગલાં લેવાયા છે. ત્રણેય પ્રસંગમાં વરરાજાના પિતાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. એની સામે ગુનો નોંધીને કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ, મહામારી અધિનિયમની જુદી જુદી કલમ તેમજ IPC 188 અંતર્ગત કેસ થયો છે. એક વિરામબાદ કોરોના વાયરસે ફરી વેગ પકડ્યો છે. મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં કેસની સંખ્યા રાતોરાત વધી રહી છે. જેને લઈને પૂણે શહેરમાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. 91 અસરગ્રસ્ત જિલ્લાઓની યાદીમાંથી 34 જિલ્લાઓ મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્ર ઉપરાંત કર્ણાટક અને કેરળના રાજ્યનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. બીજી તરફ એક ટીમ દ્વારા માસ્ક વગર ફરતા લોકોના ફોટો પાડવામાં આવી રહ્યા છે. જેની સામે કાયદેસરની કાર્યવાહી થશે.

 દેશમાં ફરી કોરોના વાયરસે માથું ઉચકતા કેન્દ્ર સરકારે દરેક રાજ્યને રસીકરણ અભિયાનમાં વેગ આપવા અને વધુને વધુ રસ આપવા માટે આદેશ કર્યો છે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને ખાસ એક પત્ર પણ લખવામાં આવ્યો છે. પાલઘર જિલ્લામાંથી કુલ 45697 કેસ નોંધાયા છે. જ્યારે 1202 લોકોના મૃત્યુ થયા છે. આ સ્થિતિને ધ્યાને લઈને મુખ્યમંત્રી ઠાકરેએ ધાર્મિક, સામાજિક કે રાજકીય મેળાવડા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. છેલ્લા બે દિવસમાં પાલઘર વિસ્તારમાંથી 189 કેસ નવા નોંધાયેલા છે. આ સ્થિતિ સામે આવતા આરોગ્ય તંત્ર પણ એકાએક ચિંતામાં મૂકાઈ ગયું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp