ટ્રમ્પને કોરોનામુક્ત કરનારી આ દવા હવે દર્દીઓ પર વાપરવાની મંજૂરી મળી

PC: pharmaintelligence.informa.com

કોરોનાનું સંકટ દુનિયા પર સતત વધી રહ્યું છે. કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. કોરોનાની વેક્સિન શોધવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો મહેનત કરી રહ્યા છે. કોરોનાની સારવાર હાલ વિશ્વમાં એન્ટીબોડી સારવાર પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમેરિકામાં કોરોનાની સારવાર માટે એન્ટીબોડી દવાને ઈમરજન્સી માટે ઉપયોગમાં લેવાની મંજૂરી આપી છે. અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રયોગ તરીકે ઉપયોગમાં લેવાતી રેઝેનરોન દવાને ઉપયોગમાં લેવાની મંજૂરી આપી છે. આ દવા કોરોનાની સામે લડવા માટે મદદરૂપ થઇ રહી છે. આ દવાનો ઉપયોગ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ગત મહીને કોરોના સંક્રમિત થયા ત્યારે તેમણે પર કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે, આ દવાથી તેમના શરીરમાં રીકવરી ખૂબ વધી હતી.

ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીની સામાન્ય અને માધ્યમ લક્ષણો ધરાવતા દર્દીની હાલત ખરાબ થાય તો રેઝેનરોન દવાનો ઉપયોગ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ દવાને ઇન્જેક્શનના માધ્યમથી સારવાર દરમિયાન એક વાર આપવામાં આવશે. આ દવાનો ઉપયોગ ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા 12 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકો પર કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. દવાનો ઉપયોગ જે વ્યક્તિ પર કરવામાં આવે તે વ્યક્તિનો વજન 40 કિલો કરતા વધારે હોવો જોઈએ. આ ઉપરાંત કોરોનાની સાથે અન્ય કોઈ બીમારી થઇ હોય અને વધારે મુશ્કેલીમાં હોય તેમના પર પણ આ દવાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.

એન્ટીબોડી દવા રેઝેનરોન બે મોનોકલોનલ એન્ટીબોડ નું એક કોમ્બીનેશન છે. આ દવાને ખાસ કોરોના ફેલાવવા વાળા વાયરસ SARS-CoV-2ના સંક્રમણને ખતમ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. આ દવાને પ્રારંભિક તબક્કે સરકાર દ્વારા 3,00,000 દર્દીઓને આપવામાં આવશે. આ દવા માટે કોઈ પણ દર્દી પાસેથી પૈસા લેવામાં આવશે પરંતુ ઇન્જેક્શન આપવા માટે થતા ખર્ચમાંથી થોડા ખર્ચની ચૂકવણી કરવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp