કોરોનામાં 5થી 7 ગણા વધુ મોત થયા હોવાનો મેગેઝિનનો અહેવાલ ખોટો છેઃ સરકાર

PC: theprint.in

એક ઇન્ટરનેશનલ મેગેઝિનમાં એક એવો લેખ પ્રસિધ્ધ થયો હતો જેમાં કહેવામાં આવ્યુ હતું કે ભારતમાં કોરોનાને કારણે વાસ્તવિક મોત સરકારી આંકડા કરતા 5થી 7 ગણા વધારે છે. જો કે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આ અહેવાલને  ફગાવી દીધો છે અને  અહેવાલમાં અપાયેલા આંકડા ખોટા હોવાનું કહ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને નામ લીધા વગર આ અહેવાલની નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ લેખ કાલ્પનિક અન ભ્રામક છે. રિપોર્ટમાં જે રીતે મહામારીના આંકડાનું અવલોકન કરવામાં આવ્યું છે એનો કોઇ આધાર નથી. બીજા કોઇ દેશમાં આ રીતે ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો નથી. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે 4 પોઇન્ટ દ્રારા સ્પષ્ટતા કરીને ઇન્ટરનેશનલ મેગેઝિનના અહેવાલને નકારી દીધો છે.

અહેવાલમાં રિસર્ચ કઇ પધ્ધતિથી કરવામાં આવ્યું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ પ્રકારના ઇન્ટરનેટ રિસર્ચ માટે રિસર્ચ હેટ અને પબમેડની મદદ લેવામાં આવે છે. અહેવાલમાં તેલંગાણાના વીમા કલેમને પણ આધાર બનાવવામાં આવ્યો છે, આ પણ દર્શાવે છે કે અભ્યાસ કોઇ વૈજ્ઞાનિક આધાર પર તૈયાર કરવામાં આવ્યો નથી.

ચૂંટણી પરિણામો અંગે સરવે  કરનારી સી- વોટર જેવી એજન્સીઓના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જયારે આ એજન્સીઓને જાહેર આરોગ્ય સબંધિત રિસર્ચનો કોઇ અનુભવ નથી. એનેકવાર તેમના દાવાઓ પરિણામથી અલગ પણ રહ્યા છે.

અહેવાલમાં જણાવાયું છે કે મોતના આંકડાનો જે અંદાજ લગાવવામાં આવ્યો છે એ સ્થાનિક સરકારી ડેટા અને અમુક કંપનીઓના રેકર્ડ અને મૃત્યુ પામેલા રેકર્ડ પરથી લેવામાં આવ્યા છે જેને વિશ્વસનીય ગણી શકાય નહી. રિપોર્ટમાં જણાવાયું છે કે જે અંદાજ લગાવવામાં આવ્યા છે એ સ્થાનિક સરકારી ડેટા, અમુક કંપનીઓના રેકોર્ડ અને મૃત્યુ પામેલા લોકોના રેકોર્ડ પરથી લેવામાં આવ્યા છે, જેને વિશ્વસનીય ગણી શકાય નહીં.

આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે કોરોનાના ડેટા અંગે સરકાર સંપૂર્ણ પારદર્શિતા અપનાવી રહી છે. કોરોનાને કારણે થતા મોતના આંકડામાં ગોટાળા ન થાય તેના માટે એ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે, જેને મે 2020માં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) દ્રારા બહાર પાડવામાં આવી હતી. મૃત્યુના સચોટ આંકડા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્રારા જારી કરવામાં આવેલા  ICD-10 કોડનું પાલન કરવામાં આવી રહ્યું છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોનાનો સાચો ડેટા જાહેર કરવા કહ્યું છે. રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવતા આંકડાઓનો જિલ્લા મુજબ દરરોજ અભ્યાસ કરવામાં આવે છે.

હવે વાત કરીએ કે ઇન્ટરનેશનલ મેગેઝિને ભારતમાં કોરોનાના મોત વિશે શું લખ્યું હતું. બ્રિટનના મેગેઝિન ધ ઇકોનોમિસ્ટે દાવો  કર્યોહતો કે સરકારી આંકડા કરતા વાસ્તવિક મોતની સંખ્યા 5થી 7 ગણી વધારે છે શનિવારે મેગેઝિનમાં એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. એમાં વર્જિનિયાની કોમન વેલ્થ યુનિવર્સિટીના ક્રિસ્ટોફર લેફલરના રિસર્ચના આધાર બનાવવામાં આવ્યો હતો.

અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં વર્ષ 2021માં મહામારીના પ્રથમ 19 સપ્તાહ દરમ્યાન દર 1 લાખ લોકોમાં 131થી લઇને 181 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ડેટા 6 રાજયમાં કરવામાં આવેલા રિસર્ચ પર આધારિત જાહેર કરવામાં આવ્યા હતા. જો તેને દેશભરમાં લાગૂ કરવામાં આવે તો 2021માં 19 સપ્તાહની અંદર 17 લાખથી 24 લાખ લોકોના મોત થાય.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp