દુનિયાને પહેલી કોરોના વેક્સીન આપનારા આ દેશમાં રેકોર્ડ સંખ્યામાં કેસ વધ્યા

PC: abcnews.com

દુનિયાને પહેલી કોરોના વેક્સીન સ્પુતનિક-V આપનારા રશિયામાં મહામારી શરૂઆત થયા બાદ હવે રેકોર્ડ સંખ્યામાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. 12 ઓક્ટોબર એટલે કે મંગળવારે કોરોના વેક્સીન સ્પુતનિક-V આપનારા રશિયામાં મહામારીની શરૂઆત થયા બાદ હવે રેકોર્ડ સંખ્યામાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. મંગળવારે રશિયામાં કોરોના વાયરસના કારણે 973 લોકોના મોત થયા હતા. રશિયાની સરકારનું કહેવું છે કે મહામારીની શરૂઆત બાદ અત્યાર સુધી કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની આ રેકોર્ડ સંખ્યા છે.

રશિયામાં આ મહિનાની શરૂઆતથી જ કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થયો છે. મંગળવારે રશિયામાં કોરોના વાયરસના 28,190 નવા કેસ સામે આવ્યા. રશિયાની કોરોના વાયરસ ટાસ્ક ફોર્સે અત્યાર સુધી 78 લાખ કોરોના વાયરસન કેસ નોંધ્યા છે. એ સિવાય આ મહામારીના કારણે 2.18 લાખથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. રાશિયાની સ્ટેટિસ્ટિક્સ એજન્સી Rosstatએ એમ પણ કહ્યું કે કોરોના અને અન્ય બીમારીઓ મળીને કોરોના કાળમાં કુલ 4.17 લાખથી વધારે લોકોના મોત થઈ ગયા છે.

રશિયાની સરકારે માન્યું કે તેની પાછળ વેક્સીનેશનની ધીમી ગતિ જવાબદાર છે. રશિયન વસ્તી 14.6 કરોડ છે. તેમાંથી માત્ર 33 ટકા એટલે કે 4.78 કરોડ લોકોને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે જ્યારે 4.24 કરોડ લોકોને એટલે કે 29 ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે, રશિયામાં લોકોને સ્પુતનિક-V વેક્સીન આપવામાં આવી રહી છે. રશિયામાં સતત વધી રહેલા કોરોનાના કેસો અને મૃત્યુ બાદ ક્રેમલિને દેશવ્યાપી લોકડાઉન લગાવવાની ના પાડી દીધી છે. જોકે સરકાર કોરોનાને લઈને સખત નિયમ લગાવવાના પક્ષમાં છે. સાથે જ અહીં સ્થાનિક સરકારો સાથે વાત કરી રહી છે જેથી રાજ્યમાં સખત નિયમ લગાવીને કોરોનાના કેસને ઓછા કરવાના પ્રયાસ કરે.

રશિયાના કેટલાક રાજ્યોએ સાર્વજનિક સભાઓ, સમારોહ, થિયેટર્સ, રેસ્ટોરાં વગેરેમાં લોકોને ભેગા થવા પર પ્રતિબંધ કરી રાખ્યો છે. આ પ્રતિબંધમાં એ લોકોને પણ સામેલ કરવામાં આવ્યા છે જે સંપૂર્ણ રીતે વેક્સીનેટેડ છે કે પછી કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે કે પછી છેલ્લા 72 કલાકમાં તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય. રશિયાની રાજધાની મૉસ્કો, સેંટ પીટર્સબર્ગ અને અન્ય શહેરોમાં જનજીવન સામાન્ય છે. વ્યાપારિક સંસ્થા ખુલ્લી છે પરંતુ આ બધા શહેરોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું સખ્તાઈથી પાલન થઈ રહ્યું નથી. મૉસ્કોમાં સ્થાનિક સરકારે શૉપિંગ મૉલ્સ જેવી જગ્યાઓ પર ફ્રી કોરોના તપાસની વ્યવસ્થાઓ કરી રાખી છે.

હાલમાં જ રશિયાના ઉપવડાપ્રધાન તાત્નયા ગોલિકોવાએ કહ્યું હતું કે રશિયામાં કોરોનાના કારણે એ લોકો વધારે મૃત્યુ પામી રહ્યા છે જેમણે વેક્સીન લીધી નહોતી. જ્યારે વેક્સીન લેનારા લોકોના કોરોનાથી મોત ઓછા થઈ રહ્યા છે. ક્રેમલિનના પ્રવક્તા ડિમિત્રી પેસ્કોવે કહ્યું કે અત્યારે કોઈ પણ સ્થાન પર લોકડાઉન લગાવવું ઉચિત નહીં હોય. મહામારીના કારણે સખત પ્રતિબંધ અને નિયમ લગાવી શકાય છે. 11 ઓક્ટોબર 2021ના રોજ મૉસ્કોમાં કોરોનાના ગંભીર કેસ 5002 સુધી પહોંચી ગયા હતા. જ્યારે તેના એક દિવસ પહેલા કોરોનાના ગંભીર કેસ 4610 હતા. મૉસ્કોમાં રોજ કોરોનાના કારણે 6-10 લોકોના મોત થઈ રહ્યા છે. તેને લઈને રશિયન સરકાર અને સ્થાનિક રાજ્ય સરકારો ખૂબ ચિંતિત છે. હવે દુનિયાભરમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે જે દેશે દુનિયાને પહેલી વેક્સીન આપી એ જ જગ્યાની એવી હાલત કેમ થઈ રહી છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp