કોરોના ફેમિલી દ્વારા 17 વર્ષ પહેલા ફેલાઈ હતી મહામારી, આથી ના બની શકી વેક્સીન

PC: counterpointresearch.com

કોરોના વાયરસને અટકાવવા માટે ઘણા દેશોમાં વેક્સીન તૈયાર કરવા માટે કામ ચાલી રહ્યું છે. પરંતુ કેટલાક એક્સપર્ટ્સ એ વાતનો ઉલ્લેખ કરે છે કે વર્ષો પહેલા જ કોરોના ફેમિલીના વાયરસ વિશે દુનિયાને જાણ થઈ ગઈ હતી, પરંતુ આજ સુધી એક પણ વેક્સીન નથી બની શકી. આખરે, કયા કારણોસર વૈજ્ઞાનિક કોરોના ફેમિલીના જુના વાયરસ માટે વેક્સીન નથી બનાવી શક્યા? કોરોના ફેમિલીના જ એક વાયરસ SARS- CoV- 1થી 2003માં સાર્સ મહામારી ફેલાઈ હતી. ત્યારે પણ પહેલો મામલો ચીનમાંથી જ સામે આવ્યો હતો. આ દરમિયાન ઓછામાં ઓછાં 774 લોકો માર્યા ગયા હતા અને 8 હજાર કરતા વધુ સંક્રમિત થઈ ચુક્યા હતા. પરંતુ 17 વર્ષ બાદ પણ SARS- CoV- 1 માટે કોઈ વેક્સીન તૈયાર નથી થઈ શકી. એવું નથી કે, વૈજ્ઞાનિકોએ કોરોના ફેમિલીના વાયરસ માટે પહેલા કામ શરૂ નહોતું કર્યું, પરંતુ કોઈપણ પ્રોજેક્ટ શરૂ થયા બાદ અંજામ સુધી નથી પહોંચી શક્યો.

હફિંગ્ટન પોસ્ટમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, કોલંબિયા યુનિવર્સિટીના વેગલોસ કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સમાં માઈક્રોબાયોલોજી અને ઈમ્યૂનોલોજીના પ્રોફેસર વિન્સેન્ટ રકાનિએલો કહે છે કે, 2003માં જ સાર્સ મહામારી અટકી ગઈ, આથી મોટાભાગની કંપનીઓએ કહ્યું કે, તે આ વાયરસની વેક્સીન બનાવવા નથી માગતા કારણ કે તેનું માર્કેટ નથી. પરંતુ કેટલાક અકેડમિક્સે પ્રયોગ માટે સાર્સની વેક્સીન તૈયાર કરી. પરંતુ આર્થિક સહયોગ ના મળવાને કારણે પ્રોજેક્ટ પૂર્ણ ના થઈ શક્યો.

પ્રોફેસર વિન્સેન્ટે કહ્યું કે, તે ખૂબ જ મુશ્કેલ નથી થતું. આપણે ચામરચીડિયામાંથી મળનારા કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરી લેત તો અન્ય કોરોના વાયરસથી પણ બચી શકાતે. પરંતુ આર્થિક મદદના અભાવમાં રિસર્ચ પૂર્ણ ના થઈ શક્યું. વિન્સેન્ટે કહ્યું કે, અમેરિકાની પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ પણ આ પ્રકારના મૌલિક રિસર્ચની મદદ કરવા નહોતા માગતા, કારણ કે તેમની પાસે સીમિત બજેટ હતું.

જ્યારે પ્રોફેસર વિન્સેન્ટે એવું પણ કહ્યું કે, 2020ના અંત સુધી કોરોનાની વેક્સીન વિશે આશા રાખવી અવાસ્તવિક હશે. તેમણે કહ્યું કે, આટલા ઓછાં સમયમાં કોઈપણ વેક્સીન અમે પણ નથી બનાવી. તેમણે કહ્યું કે, આવતા વર્ષના ઉનાળા સુધીમાં વેક્સીન બનવાની આશા વધુ યથાર્થવાદી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp