26th January selfie contest

હિમાચલ પ્રદેશ જતા લોકો સાવચેતી રાખે, 12 દિવસમાં કોરોનાના રૅકોર્ડ બ્રેક કેસ

PC: wikipedia.org

હિમાચલ પ્રદેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે. જયાં જયા ભીડ ઉમટી હતી ત્યાં ત્યાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એનું પરિણામ એ આવ્યું છે કે રાજ્યમાં 12 દિવસમાં જ કોરોનાના 5,000 નવા કેસ આવ્યા છે. 31 ડિસેમ્બર 2020માં હિમાચલ પ્રદેશમાં માત્ર 466 એક્ટિવ દર્દીઓ હતા. પરંતુ હવે એકિટવ કેસોની સંખ્યા 6937 પહોંચી ગઇ છે. લગાતાર કોરોનાના કેસો રેકર્ડ તોડી રહ્યા છે. જો કે સરકારે સાથે ટેસ્ટીંગ પણ વધાર્યા છે. હિમાચલમાં કાંગરા અને હમીરપુર હોટ સ્પોટ બન્યા છે.

છેલ્લાં 3 દિવસમાં હિમાચલ પ્રદેશમાં કોરાનાના 4500 નવા કેસ નોંધાયા છે. આ દરમ્યાન સરકારે લગભગ 10000 ટેસ્ટ કર્યા હતા. હિમાચલ પ્રદેશનું આરોગ્ય વિભાગ દરરોજ એવરેજ 6 હજાર જેટલા ટેસ્ટિંગ કરાવી રહ્યું છે. પરંતુ બુધવારે 14,000 ટેસ્ટિંગ કરાવવામાં આવ્યા હતા એવામાં કોરોનાના કેસો વધારે મળી રહ્યા છે.

હિમાચલ પ્રદેશના કાંગરા અને હનીરપુરમાં માં સૌથી વધારે કોરોનાના કેસો આવી રહ્યા છે. આ વિસ્તારમાં સૌથી વધુ 1700 એક્ટિવ કેસો છે. કાંગડામાં એક સપ્તાહમાં 1500થી વધારે કેસ આવ્યા છે. શિમલાની સ્થિતિ પણ કઇંક આવી જ છે. અહીં નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. કાંગડામાં લગ્ન સમારંભ અને અન્ય કાર્યક્રમોમાં પણ લોકોની ભારે ભીડ એકઠી થતી હતી. મંડીમાં ભાજપે 4 વર્ષની જબરદસ્ત ઉજવણી કરી હતી અને લોકોની ભારે ભીડ એકઠી થઇ હતી.

મહત્ત્વની વાત એ છે કે જે જિલ્લાઓમાં બહારના લોકોની અવરજવર ઓછી હતી તેવા વિસ્તારો માં કોરોનાના ખાસ કેસ આવ્યા નથી. ચંબા દુરનો વિસ્તાર છે અને લાહોલ સ્પીતી, કિન્નોરમાં પણ કેસો ઓછા આવ્યા છે. આ વિસ્તારમાં અત્યારે બરફ વર્ષા થઇ રહી છે અને લોકોની પહોંચથી દુરના વિસ્તારો છે.

હિમાચલ પ્રદેશમાં કોરોનાનો રાફડો ફાટવાને કારણે શાળા કોલેજો તો બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ વધું કડક પગલાં અને નિયંત્રણો માટે શુક્ર્વારે કેબિનેટ મિટિંગ મળવાની છે. સંભવત બીજા રાજ્યોની જેમ હિમાચલ પ્રદેશમાં પણ ટ્રાન્સ્પોટેશમાં 50 ટકા કેપેસિટી, પ્રદેશમાં પ્રવેશ કરનારના ફરજિયાત RT-PCR ટેસ્ટ વગેરે નિયમો આવી શકે છે.

માત્ર હિમાચલ પ્રદેશમાં નહી, પણ અન્ય રાજયોમાં પણ કોરોનાનો રાફડો ફાટયો છે. ગુજરાતમાં પણ છેલ્લાં 24 કલાકમાં રેકર્ડ બ્રેક કેસો આવી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp