26th January selfie contest
BazarBit

નરેન્દ્રભાઈએ લોકડાઉન ન કર્યું હોત તો કેસ કરોડોમાં હોતઃ ગોવિંદ ધોળકીયા

PC: Khabarchhe.com

આપણે સૌ જાણીએ છીએ તેમ જે વસ્તુ આવે છે તે જવા માટે જ આવે છે, તેમ અત્યારે જે ખરાબ સમય આવ્યો છે એ રહેવા નથી આવ્યો.. એ પણ જવાનો જ છે. એટલે અત્યારે આપણાં સૌ પર આવી પડેલી મુસીબતનો આપણે ખૂબ જ ધીરજપૂર્વક.. ખૂબ જ શાંતચિતે.. વિચારીને અને જાગૃત રહીને આપણે આ મહામારીનો સામનો દૃઢતાપૂર્વક કરવાનો છે.

મિત્રો, આજ સુધી સુરતે અને સુરતવાસીઓ એ આવા ઘણા બધા કુદરતી યુદ્ધો સામે વિજય મેળવ્યો છે એના આપણે સાક્ષી છીએ.. જુઓ ને, 1994 જ્યારે પ્લેગ જેવી મહામારી આવી ત્યારે પણ આપણે સૌ સુરતવાસીઓ એક થઈ અને પ્લેગની મહામારીને હરાવીને ખૂબ જ ઝડપથી સુરત દેશના નકશામાં ચમકવા લાગ્યું હતું. એવો જ બીજો દાખલો છે કે, વર્ષ 2006માં સુરતમાં પાણી આવ્યું અને પાણી આપણા સૌના ઘર સુધી પહોચી ગયું.. આ આફત પણ કઈ નાની સૂની હતી નહીં..! તો પણ સુરત ફરીથી બેઠું થયેલું અને વિકાસના પંથે ચડી ગયેલું. જેની નોંધ UN એ પણ લેવી પડેલી.

મિત્રો, સુરત પર આવી નાની મોટી કેટલીય આફતો આવી જ છે અને તમામ મુશ્કેલીમાં સુરતવાસીઓ પ્રેક્ટિકલ બનીને તેમાથી બહાર નીકળવાના રસ્તાઓ પોઝિટિવ રીતે શોધી લે છે. મિત્રો, અત્યાર સુધી જે કઈ આફતો આવી તે ખાલીને ખાલી ગુજરાત પૂરતી અને સુરત પૂરતી મર્યાદિત હતી પણ, આ કોરોના મહામારી એ તો આખા વિશ્વને ભરડામાં લીધું છે ત્યારે એમાંથી આપણું સુરત કેમ બહાર નીકળે..? સુરત સેઈફ કેવી રીતે રહે..? અને જ્યારે આખા રાષ્ટ્રની નજર આપણાં પર હોય ત્યારે આપણી વિચારધારા, ધીરજ અને આપણી યુનિટી જ આપણને આ મુશ્કેલી માથી બહાર કાઢશે. તો ચાલો, આપણે સૌ સરકાર, SMC સાથે તથા સમાજ સાથે અને આપણાં પરિવાર સાથે કંધેથી કંધા મિલાવીને, સાથ અને સહકાર આપીને સુરતીઓને સુરક્ષિત રાખીએ અને સુરતને ફરીથી બેઠું કરીએ. વાઇબ્રેશન મોડમાં ધબકતું – ધબકતું કરીએ.

મિત્રો, આ સમય આપણાં માટે અને સમગ્ર વિશ્વ માટે ફર્સ્ટ ટાઇમ છે.. સરકાર માટે પણ આ અણધારી આવેલી પરિસ્થિતિ છે.. આપણી મેડિકલની ટિમ માટે પણ આ નવો રોગ છે.. એવા સમયમાં પણ આપણી સરકાર ઘણું બધુ કરી રહી છે.. જુઓને મિત્રો આપણે સૌએ અનુભવ્યું છે કે, આપણાં નરેન્દ્રભાઈ કોરોના મહામારીથી આપણેને ચેતવવા વારંવાર લાઈવ થયા છે. તેમની આંખોમાં જળજળિયા આવી જાય છે એને હાથ જોડીને કહે છે કે, બધા સેઇફ રહો, માસ્ક પહેરો.

આ કોરોનાની ભારતમાં એન્ટ્રી થતા તુરંત જ નરેન્દ્રભાઈએ આપણાં ભારતમાં લોકડાઉન કરી નાખ્યું અને જેનાથી જે કેસ અત્યારે 10 લાખ ઉપર પહોચ્યા છે, તે જો ન કર્યું હોત તો તે કરોડોમાં હોત..! એટલે નરેન્દ્રભાઈનું એક સૂત્ર હતું કે, જાન હૈ તો જહાન હૈ એટલે આપણને બધાને બચાવી લીધા છે તે બદલ આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને જુઓને આ કોરોના કાળથી આપણે બધા જે બહાર ફરવા વાળા.. દોડા દોડી કરવા વાળા.. બિઝનેસમાં ગળાડૂબ રહેવાવાળા.. દેશ વિદેશમાં ફરવાવાળા.. આજે બધા જ ઘરમાં બેઠા છે.. આવી કોઈએ કોઈ દિવસ કલ્પના પણ કરી ન હતી..!

આપણું ધાર્યું દર વખતે થતું નથી અને એટલે જ નરસિહ મહેતાએ ગાયું છે કે હું કરું હું કરું એજ અજ્ઞાનતા, સંકટનો ભાર જેમ સ્વાન તાણે, શ્રુષ્ટિ મંડાણ છે એની પેરે, જોગી જોગીસ્વરા કોઈ જાણે, આતો બધી ઈશ્વરની યોજના મુજબ ચાલ્યા કરે છે. પણ ઈશ્વરે આવી યોજના કેમ કરી હશે..? તે આપણને સમજાતું નથી..! તે તો આપણને ન જ સમજાય ને.. કેમ કે, આપણે અલ્પજ્ઞ છીએ.

મિત્રો, આખા ભારતના નાના વર્કરોને પોતાના વતનમાં જવા સરકારએ સ્પેશ્યલ ટ્રેનો દોડાવી.. ડાયમંડમાં પણ 30 થી 40 ટકા લોકો અત્યારે વતન જતાં રહ્યા છે. હવે, ત્રણ મહિના પછી ડાયમંડની ફેકટરીઓ શરૂ તો થઈ છે પણ, માન. કમિશ્નર સાહેબ દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઇન્સ મુજબ આપણે બધાને બોલાવી શકતા નથી. સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરીશું તો જ આપણે સંક્રમણથી બચી શકીશું.

દુનિયામાં 150 થી વધારે દેશોમાં વેચાય છે. ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ અને સામાન્ય રીતે અત્યાર સુધી એવું બનતું હતું કે, અડધી દુનિયામાં પ્રોબ્લેમ હોય અને અડધી દુનિયામાં પ્રોબ્લેમ ન હોય એટલે 50 થી 60 ટકા બિઝનેસ તો ચાલતો જ હતો. પણ, આ કોરોના કાળ એવો આવ્યો કે, આખી દુનિયાને તેના ભરડામાં લઈ લીધી..! એટલે બધી જગ્યાએ આપણાં ડાયમંડ વેચાતા ઠપ થઈ ગયા હતા. હવે ધીરે ધીરે થોડું વેચાણ શરૂ થયું છે, એક બાજુ ડિમાન્ડ પણ નથી એટલે એક્સપોર્ટ ઉપર બહુ મોટી અસર પડે એ સ્વાભાવિક છે. બીજી બાજુ ઇમ્પોર્ટની જરૂર જના હોય એટલે થાય જ નહીં.. એટલે એક્સપોર્ટ-ઇમ્પોર્ટ નહિવત છે.

આ બધી પરિસ્થિતિના કારણે ફેકટરીઓ પણ ફૂલફેઝમાં ચાલે તેમ નથી પણ સારા સમાચાર એ છે કે, આખી દુનિયામાં છેલ્લા બે મહિનાથી ડાયમંડ બિઝનેસ એકદમ શાંત થઈ ગયો હતો, તેના બદલે અત્યારે 25 ટકા જેટલો તો શરૂ થઈ ગયો છે અને હવે ધીરે ધીરે શરૂ થશે. પણ, એમાં આપણે કોઈએ ગભરાઈ જવાની જરૂર નથી..! કેમ કે, આજે 25 ટકા.... કાલે 30 ટકા..35 ટકા તે પાછો કદાચ ડિસેમ્બર સુધીમાં 100 ટકા પણ થઈ જાય એટલે, આપણે અત્યારે વધારે ધંધો કરવાની ઉતાવળ કરવી નહીં. આ સમયે તો આપણે બચવાની જરૂર છે. આપણી સાથે જોડાયેલા કારખાનેદારો હોય કે રત્નકલાકારો હોય તે બધાએ સહિયારુ આયોજન અને પ્લાન કરીને આપણે બચવાનું છે.

આપણાં કાઠીયાવાડમાં કહેવત હતી કે કાળ જાય, કેણી રહી જાય આ કાળ એટલે સમય આવ્યો છે તે પણ જતો રહેશે.. પણ સંયમ રાખવાનો સમય છે. કારખાનેદારોએ પણ સંયમ રાખવાનો છે.. બાયરોએ પણ સંયમ રાખવાનો છે.. સપ્લાયરોએ પણ સંયમ રાખવાનો છે.. અને રત્નકલાકારોએ પણ સંયમ રાખવાનો છે.

મિત્રો અત્યારે હું આપ વખાણ કરવા માટે નથી કહેતો પણ, અમારી SRK કંપનીની સાથે જોડાયેલા સૌ કોઈને તન-મન અને ધનથી અને માનસિક હુંફ આપીને જેટલા સાચવી શકાય તેટલા સાચવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ભગવાન નથી કે, બધું જ બધા કરી શકે... પણ, મેક્સીમમ જેટલો સાત્વિક સ્પોર્ટ આપી શકાય તેટલો આપ્યો છે. અમારી જેમ ડાયમંડની અનેક કંપનીઓએ અને ડાયમંડ સિવાયની પણ મોટાભાગની કંપનીઓએ આજ રીતે પોતાના વર્કરોને સાથે રાખીને તન-મન-ધનથી માનસિક હુંફ આપીને સાચવી લીધા છે. આવી રીતે ભેગા મળીને.. એકબીજા ને સપોર્ટ કરીને આવેલા સમયને પણ આપણે વિદાય આપવાની છે.

આપણાં ભારતના બિઝનેશના ભીષ્મપિતામહ માન. રતન તાતા એ હમણાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, 2020નું વર્ષ નફો-નુકસાન ગણવાનું નથી પણ, જીવ બચાવવાનું છે. આમ આપણે જો જીવ બચાવી લેશું તો મને લાગે છે કે, 2021માં આપણે જીતી જઇશું. એ મુજબ હું બહુ આશાવાદી છું અને પોઝિટિવ વિચારતો હોવાથી મને લાગે છે કે, આ 2021નું વર્ષ આપણું છે. આખી દુનિયામાં બહુ જ આનંદ અને પોઝિટિવિટી આવશે. બધાજ ધંધા ફૂલફેસમાં ચાલશે અને આપણો ડાયમંડ બિઝનેશ પણ બહુ જ સરસ ચાલશે અને બધા હેપ્પીનેશમાં આવી જશે.

મિત્રો, અત્યારે આપણી ફરજ એટલી જ છે કે, આપણી ભારત સરકાર, ગુજરાત સરકાર, ખાસ ફરજ પરના નાણા સચિવ મિલિંદ તોરવણે, મ્યુનિ. કમિશ્નર બંછા નિધિ પાની, ખાસ ફરજ પરના અધિકારી મહેન્દ્ર પટેલ, પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ , કલેક્ટર ધવલ પટેલ તથા ઓલ મેડિકલની ટીમ & ડોક્ટર, નર્સ, પોલીસ સ્ટાફ આ બધાને આપણે દિલથી વંદન કરીએ અને પોતાના જીવના જોખમે કરેલી સેવાને સલામ કરીએ. સાથે સાથે અત્યારે એમને આપણાં જે સપોર્ટ જરૂર છે તે કરતાં રહીએ. હવે, આ સપોર્ટ કેવી રીતે કરી શકીએ..? બને તેટલું ઘરમાં રહીએ.. સૌને સુરક્ષિત રાખીએ.

મિત્રો, જ્યારે સરહદ પર યુધ્ધ ચાલતું હોય ત્યારે આપણો ઈમોશનલ ટચ આપણાં સૈનિકો સાથે હોય એ સ્વાભાવિક છે.. તેવી જ રીતે આ કોરોનાને નાથવા માટે ફર્સ્ટ કોરના વોરિયર્સ જે રીતે ફરજ નિભાવી રહ્યા છે તે સૌની સાથે આપણો ઇમોશનલ ટચ રાખીએ.. રાષ્ટ્ર બચાવવાના.. માનવ બચાવવાના.. સુરત બચાવવાના... આ યજ્ઞમાં આપણી સમજણની આહુતિ આપીએ.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp