કોરોના એટલે સંબંધો વિકાસવાનો અને ચકાસવાનો અવસરઃ ભાવના મુકાતીવાલા

PC: Khabarchhe.com

કોરોના એટલે માતાના હસ્તે બનેલ જમણને વાચા આપતો સમય અને પિતાના વાત્સલ્યને ફરી તાજો કરવાનો સમય. આતો છે સંબંધોને એકતાંતણે ગૂંથવાનો નવો અને અકસીર અવસર. તો મારા સુરતી મિત્રો જેમ આપણો અસલ સુરતી મિજાજથી મોટી રેલ કે ભૂકંપને પણ ઉત્સવમાં જ ફેરવ્યો તેવી જ રીતે કોરોનાની બીજી બાજુ ને પણ ઉજવીએ જ્યારે વિશ્વએ 2006ની મોટી રેલ અને પ્લેગની મહામારીની નોંધ લીધી હોય, તો તે સંકટ નાનું સુનુ તો હોય જ નહી. પાંચ દિવસની રેલમાં કરોડો રુપિયાનું નુક્શાન ભોગવ્યું પણ અસલ સુરતી મિજાજથી ફરી ત્રણ મહિનામાં સુરત સોનાની મૂરત ધમધમતું થઈ ગયું હતું. આજે સમગ્ર વિશ્વ મહામારીમાંથી સાથે આપણે પણ પસાર થઈ રહ્યા છે. પરિસ્થિતિ ઘણી ગંભીર છે પણ આપણે હિંમત ગુમાવીશું નહી.

મહાભારત ના યુદ્ધમા નવા વિશ્વનું સર્જન કરવા શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદનો યાદ કરીએ તો:

જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવં જન્મ મૃતસ્યચ,

તસ્માદ અપરિહાર્યે અર્થે નત્વં શોચિતમ અહર્સિ

અર્થાત્ - જેનો જન્મ થયો છે, તેનું મૃત્યુ નક્કી જ છે. અને મૃત્યુ પામેલા ફરી નવો જન્મ ધારણ કરશે જ. તો આ ન ટાળી શકાય પણ કોરોના નું સંક્રમણ ને જરૂર ટાળી શકાય છે નિયમો નું પાલન કરો બીન જરૂરી બહાર નીકળવાનું બને ત્યાં સુધી ટાળો. સામેથી કોરોના આપણે ઘરમાં ન આવે એટલી તો કાળજી રાખવી.. આપણા ઘરમાં વયો વૃદ્ધ વડીલો હોય બાળકો હોય તો તેની કાળજી ખાસ લેવી રહી, હાલના સમયમાં કેટલાક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા તો કેટલાકે પોતાની રોજી રોટી ગુમાવી છે પણ આપણા હાથ જગન્નાથ પર ભરોસો રાખો.

જ્યા સુધી આપણી ગુજરાત સરકાર, આપણા કોરોના વોરિયર્સ એવા ડોક્ટર્સ, નર્સ તથા સફાઈ કર્મચારીઓ અને હોસ્પિટલોની વ્યવસ્થા, સારામાં સારી સારવાર તે પણ વિના મૂલ્યે ત્યારે આવો સાથે ખભેખભા મિલાવીએ અને કોરોના સંક્રમણ સામે જે નિયમોનું પાલન કરવા કહ્યું છે તે આપણા ભલા માટે જ છે. તો ચાલો આપણે ઘર ના પ્રવેશ દ્વાર પર એક સૂત્ર લખીએ: આ દિવસો પણ નીકળી જશે અને નવા વિશ્વનું સર્જન થશે. આપણે સૌ શહેરીજનો લાગણીનો સેતુ રચી આપણી સમજણને કેળવીએ.

આવા સમયે સમયનો સદુપયોગ કરી નવસર્જન કરવાની દિશામાં આગળ વધવું એજ પ્રગતિનો રાહ.. રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ અને આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન પ્રમાણે અનુસરી ને માસ્ક પહેરવો, વારંવાર હાથ ધોવા વગેરે નિયમો નું પાલન કરીએ....અને હાલ આપણે કોરોનાની સાથે જીવીએ છીએ... એ સમય દૂર નથી કે કોરોનાનો જાકારો થશે...આપણે સૌ કોરોના મુક્ત થઈશુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp