બેઝિક લાઇફ સપોર્ટ વાળી 115 એમ્બ્યુલન્સનો ઓર્ડર ટાટાને અપાયો

PC: livemint.com

ભારતની સૌથી મોટા વેપારી વાહન ઉત્પાદક ટાટા મોટર્સે 115 એમ્બ્યુલન્સના ઓર્ડરના ભાગરૂપે ગુજરાતના આરોગ્ય વિભાગને 25 ટાટા વિંગર એમ્બ્યુલન્સ આપી છે. આ એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર પાર્ટીશન, કોવિડ દર્દીઓના પરિવહન માટે ખાસ સુવિધાઓ પણ છે.

ટાટા વિંગર એમ્બ્યુલન્સ બેઝિક લાઇફ સપોર્ટથી સજ્જ છે જે શહેરના દર્દીઓ માટે સહાય પુરી પાડશે. રાજ્ય સરકારે આ એમ્બ્યુલન્સનો ઉપયોગ શહેરી વિસ્તારમાં કરવાનું નક્કી કર્યું છે. ટાટા મોટર્સે સરકારના ઇ માર્કેટપ્લેસ હેઠળના ઓર્ડર માટે બીડ જીતી લીધી હતી અને આ વાહનો દર્દીઓના પરિવહન માટે બનાવવામાં આવ્યા હતા.

કરાર પ્રમાણે ટાટા મોટર્સ બાકીની 90 એમ્બ્યુલન્સ તબક્કાવાર સપ્લાય કરશે. આ તમામ વિંગર મોડલની એમ્બ્યુલન્સ હશે. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક સમારોહમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું છે.

આ પ્રસંગે ટાટા મોટર્સના એસસીવીના પ્રોડક્ટ લાઇનવાઇસ પ્રેસિડેન્ટ વિનય પાઠકે જણાવ્યું હતું કે, "ટાટા મોટર્સ મેજિક એક્સપ્રેસ એમ્બ્યુલન્સવિંગર એમ્બ્યુલન્સ અને એલપી 410 એમ્બ્યુલન્સથી ડબલ સ્ટ્રેચર સાથે એમ્બ્યુલન્સની શ્રેણી આપે છે."

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp