અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ કોરોનાનો કોઇને ડર નથી

PC: jagran.com

ગુજરાતમાં કોરોના સંક્રમણને ખાળવા માટે ગુજરાત સરકારે નવરાત્રિ આયોજન અને ગરબા પર પ્રતિબંધ મુક્યો છે અને મંદિરોમાં સોશિયલ ડીસ્ટનીસીંગ અને માસ્ક સાથે મંદિરોને તેમની રીતે છુટ આપી હતી. પણ ભકતોએ રીતસરના સરકારી ગાઇડલાઇનના ધજાગરા ઉડાવીને  માતાના મંદિરોમાં લાંબી લાંબી લાઇનો લગાવી દીધી છે. ભકતોની મંદિરમાં ભીડ જોતા તો એવું લાગી રહ્યું છે કે કોરાનાનો કોઇને ડર પણ નથી.

જેની ધારણાં હતી તે જ થઇને રહ્યું. ગુજરાતમાં નવરાત્રિનું અદકેરું મહત્ત્વ છે અને માતાની ભકિત કરનારો મોટો વર્ગ છે. નવરાત્રિમાં માતાની આરાધના નાનામાં નાના વર્ગના લોકો કે અમીર લોકો પણ ભકિતભાવ પૂર્વક માતા સમક્ષ માથું ઝુકાવે છે.

ગુજરાતમાં અંબાજીમાં આવેલા મા અંબેના મંદિરમાં નવરાત્રિના ઉત્સવમાં માતાના દર્શન કરવા હકડેઠઠ ભીડ જામી છે.મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડતા સોશિયલ ડીસ્ટન્સીંગના ધજાગરા ઉડી ગયા છે. પોલીસ અને તંત્રની હાજરીમાં સરકારી ગાઉડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે.પણ પોલીસ અને તંત્ર પાસે મૂક પ્રેક્ષક બની રહેવા સિવાય કોઇ છુટકો પણ નથી.માત્ર અંબાજીમાં નહી, પણ પાવાગઢના અંબે માતાના મંદિરમાં પણ લોકોની દર્શન કરવા ભારે ભીડ જોવા મળી છે.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ રોકવા ગુજરાત સરકારે નવરાત્રિમાં ગરબા કરવા માટે મંજૂરી આપી નહીં. સરકારે કહ્યું કે નવરાત્રિનું આયોજન કરવું તેના કરતા લોકોના આરોગ્યની પ્રાથમિકતા રાખવી જરૂરી છે.સરકારે નવરાત્રિને લઇને નિયમોમાં અનેક વખત બદલાવ પણ કર્યા. પણ લાગે છે કે લોકોને સરકારી નિયમો અને સરકારી ગાઇડ લાઇન સાથે કોઇ લેવા દેવા ન હોય અને કોરાનાનો કોઇ ડર ન હોય તેમ મંદિરમાં દર્શન કરવા ઉમટી પડયા છે.સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવું તો શક્ય જ નથી, પણ કેટલાંક લોકોએ તો માસ્ક પણ નથી પહેર્યા.દોઢથી બે કિલોમીટરની મંદિરોમાં લાઇન લાગી ગઇ છે.

જાણવા મળેલી વિગત મુજબ અંબાજીમાં આવેલા અંબા માતાના મંદિરમાં તો મોટી ભીડ છે, પણ પાવાગઢમાં તો મંદિર નવરાત્રિમાં બંધ હોવાની જાહેરાત છતા લોકોની ભીડ ઉમટી પડી હતી. ઉપરાંત ડાકોર પાસે આવેલા ગડતેશ્વર મહાદેવ, કચ્છમાં આવેલા આશાપુરી માતાના મંદિરમાં પણ શ્રધ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઇ હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp