ટ્રેનમાં વતન જતી વખતે વ્યક્તિને ફોન આવ્યો કે, તે કોરોના સંક્રમિત છે અને પછી...

PC: youtube.com

દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ આરોગ્ય વિભાગ કોરોનાને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યુ છે પરંતુ જો કોઈ વ્યક્તિને ખબર પડે કે, તેની આસપાસ કોઈ કોરોના સંક્રમિત દર્દી છે, તો તે વ્યક્તિ સંક્રમિત વ્યક્તિથી દૂર જવાના પ્રયાસ કરે છે, ત્યારે કોરોનાના કારણે ચાલુ ટ્રેનમાં હડકંપ મચી ગયો હતો. કારણ કે, એક યુવક જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે અચાનક તે વ્યક્તિને જાણવા મળ્યું હતું કે, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણ ટ્રેનમાં રહેલા અન્ય લોકોને થતા ટ્રેનમાં હડકંપ મચી ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ રેલવેના અધિકારીઓને થતા રેલવેના અધિકારીઓએ કોરોના પોઝિટિવ વ્યક્તિને ટ્રેનમાંથી નીચે ઉતારી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.

રિપોર્ટ અનુસાર કન્યાકુમારીમાં રહેતો એક વ્યક્તિ કોઝિકોડથી તિરુવંતપુરમ્ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં જઈ રહ્યો હતો. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિને કોઝિકોડમાં ત્રણ દિવસ પહેલા કોરોનાના લક્ષણો દેખાતા આરોગ્ય તંત્ર દ્વારા તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ આવે તે પહેલા જ તે વ્યક્તિ તેની ગર્ભવતી પત્નીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી પોતે પોતાના વતન જવા રવાના થયો હતો. જ્યારે તે વ્યક્તિ તમિલનાડુ પોતાના ગૃહનગર જવામાટે શતાબ્દી ટ્રેનમાં ચડ્યો ત્યારે મુસાફરી દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓએ તે વ્યક્તિને ફોન કર્યો અને તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું.

જ્યાં સુધી આરોગ્ય વિભાગના અધિકારીઓ કોરોના પોઝિટિવ વ્યક્તિનો સંપર્ક કરે ત્યાં સુધી ટ્રેન રેલવે સ્ટેશન પરથી નીકળી ગઇ હતી. જેના કારણે આરોગ્ય અધિકારીઓએ તે વ્યક્તિને અર્નાકુલમ ટાઉન રેલવે સ્ટેશન પર ઉતરી જવા માટે કહ્યું હતું. ત્યારબાદ કોઝિકોડના આરોગ્ય વિભાગ દ્વારા ત્રિશૂર જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારીઓને આ બાબતે સૂચન કરવામાં આવ્યુ હતું અને પરંતુ ત્રિશૂર જિલ્લાના આરોગ્ય અધિકારીઓ રેલવે સ્ટેશન પર પહોંચ્યા ત્યાં ટ્રેન ત્યાંથી પણ નીકળી ચૂકી હતી. તેથી સમગ્ર ઘટનાની જાણ અર્નાકુલમ સ્વાસ્થ્ય અધિકારીને કરવામાં આવી હતી, જેના કારણે અર્નાકુલમમાં અધિકારીઓએ ટ્રેન આવે તે પહેલા રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા અને ટ્રેન આવતા જ કોરોના પોઝિટિવ દર્દીને ટ્રેનમાંથી નીચે ઉતાર્યો હતો.

ત્યારબાદ રેલવેના અધિકારીઓ દ્વારા કોરોના સંક્રમિત વ્યક્તિ જે ડબ્બામાં મુસાફરી કરી રહ્યો હતો, તે ડબ્બાને સીલ કરી દીધો હતો. તે ડબ્બામાં રહેલા અન્ય લોકોને બીજી ટ્રેનના ડબ્બામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ અર્નાકુલમ આરોગ્ય વિભાગના અધિકારીઓએ તાત્કાલિક કોરોના પોઝિટિવ વ્યક્તિને ટ્રેનમાંથી ઉતાર્યા બાદ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp