વેક્સીનની રેસમાં આ દેશ છે સૌથી આગળ, જાણો હ્યુમન ટ્રાયલ પછીની પ્રોસેસ

PC: fool.com

કોરોના વાયરસથી બચાવનારી વેક્સીનની દરેક કાગડોળે રાહ જોઈ રહ્યું છે. એક્સપર્ટ્સ આ વર્ષના અંતમાં કે આવતા વર્ષની શરૂઆતમાં વેક્સીન તૈયાર થઈ જવાનો દાવો કરે છે. જોકે વેક્સીનના ટ્રાયલમાં સાઈડ ઇફેક્ટ હોવાના કારણે લોકોને ઘણીવાર ઝટકો પણ લાગી ચુક્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને Johnson & Johnson કંપનીની વેક્સીન સાથે એવું થઈ ચુક્યું છે. ચાલો તો આજે આપણે જાણીએ કે આખી દુનિયામાં વેક્સીનના અપડેટ શું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના રિપોર્ટ મુજબ, આ સમયે આખા વિશ્વમાં 154 વેક્સીન પર ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે. તેમાં 44 એવી વેક્સીન છે, જે હ્યુમન ટ્રાયલ સુધી પહોંચી ચુકી છે. હ્યુમન ટ્રાયલમાં પણ માણસો પર કોઈ આદર્શ વેક્સીનની પ્રભાવશીલતા અને સુરક્ષાની તપાસ કરવામાં આવે છે. જોકે અધિકારીકરૂપે લોકો સુધી પહોંચડવા માટે વધુ બે ચરણો હોય છે.

વેક્સીનની રેસમાં ચીનની કંપની આ સમયે સૌથી આગળ છે. સિનોવાક (ચીન), સોનોફાર્મ (વુહાન) અને સિનોફાર્મ (બીજિંગ) ત્રણે જ કંપનીઓ વેક્સીન ટ્રાયલના ત્રીજા ચરણમાં છે. તેમાંથી 2 કંપનીઓએ તો દેશના તમામ કર્મચારીઓ અને હેલ્થકેર વર્કર્સને આ વેક્સીન જુલાઈમાં જ આપવાની શરૂ કરી ચુકી હતી. ધ્યાન આપવા જેવી વાત એ છે કે, અત્યારસુધી આ કંપનીઓની વેક્સીનમાં કોઈ સાઇડ ઇફેક્ટ પણ સામે આવી નથી. ચીની વેક્સીન સિવાય ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા (બ્રિટન), મોડર્ના (અમેરિકા), કેનિસિનો બાયોલોજિકલ (ચીન), જોનસન એન્ડ જોનસન (અમેરિકા) અને નોવા વેક્સીન (અમેરિકા) દ્વારા વિકસિત વેક્સીન પણ ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા ચરણમાં છે. કોરોના વાયરસની વેક્સીન બનાવનારો પહેલો દેશ રશિયા છે. આ દાવો માત્ર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમના તમામ વરિષ્ઠ અધિકારી જ કરતાં રહ્યા છે.

અમેરિકા, ચીન અને ભારત સહિત ઘણા દેશ રશિયાના આ દાવા પર ભરોસો કરી શક્યા નથી. રશિયાનો દાવો છે કે તેમની Sputnik-V વેક્સીન ટ્રાયલના બધા સ્ટેજ પર ખરી ઉતરી છે અને ઘણા લોકોના ઇમ્યુન પર સારો રિસ્પોન્સ જોવા મળ્યો છે. જ્હાફી (ચીન), ઈનોવાયો ફાર્માસ્યુટિકલ કંપની (અમેરિકા), માર્ક એન્ડ કંપની (અમેરિકા), સનોફી (ફ્રાંસ) અને ગ્લેક્સોમિથક્લાઇન (બ્રિટિશ)ના સાથે સહયોગથી વિકસિત થઈ રહેલી વેક્સીન ટ્રાયલ હલમાં બીજા ચરણમાં છે, જેનાથી એક સારી વેક્સીન બનવાની આશા છે. ક્લિનિકલ ટ્રાયલનું ત્રીજું ચરણ પૂરું થયા બાદ વેક્સીનની ઇમરજન્સી ઓથોરાઈઝેશન લાવવી પડશે. આ સ્ટેજ પર COVID-19થી ગંભીર રૂપે બીમાર પડેલા દર્દીઓને ઇમરજન્સી સ્થિતિમાં વેક્સીન આપનાની મંજૂરી હશે. તેના સાઇડ ઇફેક્ટ કે ઇમ્યુન પર સારા રિસ્પોન્સનો આખો ડેટા લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ અંતમાં વેક્સીન નિર્માતા કંપનીઓએ ફાઈનલ અપ્રુવલ લેવું પડશે, ત્યારબાદ વેક્સીન સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થવા લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp