કોરોના ચેલેન્જવાળા TikTok સ્ટારે ચાટી હતી ટોયલેટ સીટ, નીકળ્યો કોરોના પોઝિટિવ

PC: twimg.com

શું ટોયલેટ સીટ ચાટવાનું કોઈ કારણ હોઈ શકે છે? જવાબ છે જરા પણ નહીં. ખાસ કરીને કોરોના વાયરસ જેવી મહામારીના આ સમયમાં તો તમે આ રીતનું વાહિયાત વર્તન કરવા અંગે વિચારી પણ ન શકો. પણ એવું લાગી રહ્યું છે કે અમુક TikTok ક્રિએટર્સને આ વાત સમજમાં નથી આવી. GayShawnMendes નામના એક ટિકટૉક સ્ટારે થોડા દિવસ પહેલા ‘કોરોના વાયરસ ચેલેન્જ’ લીધો હતો. આ ચેલેન્જ હેઠળ તેણે ટોયલેટ સીટ ચાટી હતી અને હવે ખબર આવી છે કે આ ટિકટૉક સ્ટારને કોરોના વાયરસ થયો છે. તેની મેડિકલ રિપોર્ટ પોઝિટિવ આવી છે.

ટિકટૉક ક્રિએટર GayShawnMendesને લાર્જના નામે પણ ઓળખવામાં આવે છે. તેણે થોડા દિવસ પહેલા જ ‘કોરોના વાયરસ ચેલેન્જ’માં ભાગ લીધો હતો. ડેઈલી મેલની રિપોર્ટ અનુસાર, લાર્જે તેના આધિકારિક ટ્વીટર અકાઉન્ટ પર આ વાતની જાણકારી આપી હતી, જેને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

આ ‘કોરોના વાયરસ ચેલેન્જ’માં ભાગ લેનાર લોકોએ ટોયલેટ સીટ, ગ્રોસરી સ્ટોરનો કોઈ સામાન કે કોઈપણ વસ્તુને ચાટવાની હોય છે. ટિકટૉક ક્રિએટરની આ રીતની મૂર્ખતા પર ટ્વીટર યૂઝર્સ ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ એક મહિલાએ આ રીતના ચેલેન્જની શરૂઆત કરી હતી. ત્યારબાદથી મૂર્ખ લોકો આ રીતના ચેલેન્જ કરવા લાગ્યા. એક મહિલાએ મુર્ખતાની તમામ પ્રકારની હદ વટાવી દીધી હતી જ્યારે તેણે વિમાનમાં રહેલી એક ટોયલેટ સીટને ચાટીને કોરોના વાયરસને ચેલેન્જ આપી હતી. ટોયલેટ સીટ ચાટવાની આ પ્રવૃતિને તેણે કોરોના વાયરસ ચેલેન્જ નામ આપ્યું હતું. આ ઉપરાંત તેણે આ અંગેનો એક વીડિયો પણ ટીકટોક પર અપલોડ કર્યો હતો.

Please RT this so people can know how to properly be sanitary on the airplane 🥰😅 pic.twitter.com/x7GX9b4Lxc

— Ava Louise (ig @avalouiise) (@realavalouiise) March 14, 2020

જોકે, અમે તો તમને એટલું જ કહીશું કે આ રીતના કોઈપણ મૂર્ખ પ્રકારના ચેલેન્જમાં ભાગ ન લો અને સાથે જ એવી કોઈપણ વસ્તુને મોઢાથી ન લગાડો જે ખાવા માટે બની નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp