જામનગરમાં ઓમીક્રોન સંક્રમિત દર્દીના ઘરે જ ચાલતું હતું ટ્યુશન ક્લાસ, તંત્ર એલર્ટ

PC: youtube,com

દેશમાં ઓમીક્રોનના કેસ વધી રહ્યા છે. હાલ દેશમાં ઓમીક્રોનના કેસની સંખ્યા 22 થઇ ગઈ છે. સૌથી વધુ કેસ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. તો ગુજરાતમાં પણ ઓમીક્રોનનો એક કેસ સામે આવ્યો છે. ત્યારે ઓમીક્રોનના વધતા જતા કેસને લઇને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની પણ ચિંતા વધી છે. ગુજરાતમાં જે એક કેસ સામે આવ્યો છે તે જામનગરથી સામે આવ્યો છે. જામનગરમાં વૃદ્ધ ઝીમ્બાબ્વેથી પરત આવ્યા હતા ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરતા રિપોર્ટ પોઝિટિવ  આવ્યો હતો. ત્યારબાદ તેમના સેમ્પલ લઇને જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલવામાં આવતા વૃદ્ધ ઓમીક્રોનથી સંક્રમિત હોવાનું સામે આવ્યુ હતું. હાલ તો આ વૃદ્ધને ડેન્ટલ હોસ્પિટલમાં બનાવામાં આવેલા કોરોના વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે હવે જામનગર મહાનગરપાલિકાની ચિંતામાં વધારો થયો છે.

આ ચિંતાનું કારણ એ છે કે જે વૃદ્ધ ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે તે પરિવારની મહિલા જ તેમના ઘરે ટ્યુશન કલાસીસ ચલાવતા હતા. વોર્ડ નંબર 12ના મહિલા કોર્પોરેટર દ્વારા આ બાબતે મહાનગરપાલિકા કમિશનર અને આરોગ્ય વિભાગને માહિતી આપવામાં આવી છે. જામનગરમાં જે કેસ ઓમીક્રોન નોંધાયો છે તેમના સંપર્કમાં આવેલા બીજા બે વ્યક્તિ પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ જામનગર મહાનગરપાલિકા દ્વારા મહિલા પાસે ટ્યુશનમાં જતા 7 બાળકોને પણ શોધી કાઢવામાં આવ્યા છે.

આ બાબતે વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જેનફ ખફીએ જણાવ્યું હતું કે, જે ઘરમાં આ કેસ બન્યો છે તેની બાજુમાં રહેતા એક મહિલાએ મને ફોન કર્યો અને જાણ કરી હતી કે આ ઘરમાં જ્યાં સુધી કેસ ડીક્લેર ન થયો ત્યાં સુધી બાળકોને ટ્યુશન કરાવવામાં આવતું હતું. એટલે મેં તાત્કાલિક આરોગ્યની ટીમ અને મનપા કમિશનરને માહિતી આપી હતી. ત્યારબાદ બે કલાકની અંદર 7 બાળકોને શોધી લેવામાં આવ્યા છે. આ બાળકોને આવતી કાલથી શાળાએ ન જવાનું પણ જણાવવામાં આવ્યું છે. આ સાતેય બાળકોનો ટેસ્ટ કરવામાં આવશે અને તેના પરિવારના સભ્યોનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. અત્યારે આ બાળકો અને તેના પરિવારને હોમ ક્વોરેન્ટાઈન કરવાની પણ તૈયારી શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp