ઓમીક્રોનના જૂના વેરિયન્ટથી ચાર ગણા વધુ સંક્રામક નવા બે વેરિયન્ટ

PC: houstonmethodist.org

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. બુધવાર પછી ગુરુવારે સતત બીજા દિવસે પણ કોરોનાના 1300થી વધુ કેસો સામે આવ્યા છે. એવામાં દિસ્હી સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારની ચિંતા પણ વધવા લાગી છે.

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેની પાછળ ઓમીક્રોનનો બીએ.2.38 તથા બીએ.2.37 સબ વેરિયન્ટ જવાબદાર છે. મળેલી જાણકારી અનુસાર દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઓમીક્રોન વાયરસના બે નવા સબ વેરિયન્ટ સામે આવ્યા છે.

તેને લઇને દિલ્હી સરકારના યકૃત તથા પિત્ત વિજ્ઞાન સંસ્થાન દ્વારા કરવામાં આવેલા જીનોમ સીક્વંસિંગના રિપોર્ટમાં ખબર આ વાતની ખબર પડી છે. માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હીમાં કોરોના સંક્રમણ વધવું સામાન્ય બાબત નથી, કારણ કે ઓમીક્રોનના બીએ.2.38 તથા બીએ.2.37 વેરિયન્ટના કારણે જ સંક્રમણ વધી રહ્યું છે. તેની સાથે એક દિવસમાં 1300થી વધુ કેસો સામે આવી રહ્યા છે. વિશ્લેષકો અનુસાર ઓમીક્રોનના દર્દીઓમાં સંક્રમિત થવાના 2થી 5 દિવસો બાદ લક્ષણ નજરે પડે છે.

વિશ્લેષકો અનુસાર, આ નવો વાયરસ ઓમીક્રોનના જૂના વેરિયન્ટથી ચાર ગણો અધિક સંક્રામક છે. એ વાત અલગ છે કે જૂના વાયરસની જેમ વધારે પડતા લોકો ગંભીર રીતે બિમાર નથી પડી રહ્યા. તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી, પણ સંક્રમણથી બચવા માટેના નિયમોનું પાલન જરૂરી છે. સાથે જ કોરોનાથી બચાવ માટે લોકોએ સતર્કતા જાળવવી પડશે અને ત્રીજો ડોઝ પણ લેવો પડશે.

દિલ્હીની લોકનાયક હોસ્પિટલના નિર્દેશનક ડો. સુરેશ કુમારે કહ્યું છે કે, આ વેરિયન્ટથી સંક્રમિત થયેલા દર્દીઓમાં ગળામાં દુખાવો, શરદી, તાવ અને શરીરમાં દુખાવાની તકલીફો વધુ જણાઇ રહી છે. વધારે પડતા દર્દીઓમાં ઓક્સીજન લેવલ ઓછું થવાની સમસ્ચા નથી દેખાઇ રહી. શ્વાસની તકલીફ પણ ખૂબ ઓછી દેખાઇ રહી છે અને તે અમુક દર્દીઓમાં જ દેખાઇ રહી છે. ડાયાબિટીઝના દર્દી, હાર્ટના દર્દી, કેન્સરના દર્દી તથા કિડનીના દર્દીઓએ વધારે તકલીફોના સામનો કરવો પડી રહ્યો છે.

રાજધાની દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર 7.01 ટકાથી ઘટીને 6.69 ટકા થઇ ગયો છે. ગુરુવારે કોરોનાના 1323 કેસ સામે આવ્યા છે. એક દિવસ પહેલા દિલ્હીમાં કોરોનાના 1375 કેસ આવ્યા હતા. રાહતની વાત એ છે કે, સારા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. તેના કારણે 24 કલાકમાં 1016 દર્દીઓ સારા થયા છે. પણ સારા થનારા દર્દીઓની સંખ્યામાં નવા કેસ વધુ હોવાના કારણે સક્રિય દર્દીઓની સંખ્યા ચાર હજારની નજીક પહોંચી ગઇ છે.

જ્યારે, 23 કલાકમાં કોરોનાથી બે લોકોના મોત થયા છે. આ મહિનામાં અત્યાર સુધી કુલ 10332 કેસ આવી ચૂક્યા છે અને 15 દર્દીઓના મોત થયા છે. હાલના સમયે કોરોનાના 3948 સક્રિય દર્દીઓ છે, જેમાં 165 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 8 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 53 દર્દીઓ ઓક્સીજન સપોર્ટ પર છે. કંટેનમેન્ટ ઝોનની સંખ્યા 209 થઇ ગઇ છે.

સ્વાસ્થ્ય વિભાગ અનુસાર શહેરની સરખામણીમાં ગામડાઓમાં દર્દીઓની સંખ્યા ઓછી મળી રહી છે. લગભગ 95 ટકા દર્દીઓ શહેરથી જ છે. તેમાંથી પણ પોશ વિસ્તારોમાંથી સૌથી વધુ દર્દીઓ છે. જ્યારે બીજા નંબર પર ગીચ વિસ્તારમાં રહેતા લોકો છે. જિલ્લાથી બહાર નોકરી અને કારોબાર કરનારા લોકોની સંખ્યા શહેરમાં ઓછી છે. વધુ પડતા લોકો એવા છે કે, જે બહાર અવર જવર કરે છે. ડો. સુનીલ કુમારનું કહેવું છે કે, કોરોના સંક્રમણને લઇને લોકોએ સાવધાની રાખવી જોઇએ. કોરોના વિશે કોઇ પણ જાણકારી લેવી હોય તો ઇંટીગ્રેટેડ કોવિડ હેલ્પલાઇન નંબર 18004192211 પર સંપર્ક કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp