Video: કોરોના દર્દીઓની સારવાર કરતી નર્સને મળવા આવી દીકરી, સર્જાયા ભાવુક દૃશ્ય

PC: Facebook.com

કર્ણાટકમાં વાયરલ એક વીડિયોએ બધાને ભાવવિભોર કરી દીધા છે, જેમા પોતાની માતાને મળવા માટે આતુર એક નાનકડી બાળકી દૂરથી પોતાની માતાને જોઈને રડતી દેખાઈ રહી છે. તેની માતા નર્સ છે અને કોવિડ-19 માટે પોતાની ડ્યૂટીને પગલે છેલ્લાં 15 દિવસથી તે ઘરે નથી ગઈ. આ વીડિયોના વાયરલ થતા મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાએ તે નર્સ સાથે બુધવારે વાત કરી અને તેના સમર્પણની પ્રશંસા કરી હતી.

સુગંધા ઉત્તર કર્ણાટકમાં બેલાગવી ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના કોવિડ-19 વોર્ડમાં છેલ્લાં 15 દિવસથી ઘરે ગયા વિના અને 3 વર્ષની પોતાની દીકરીને મળ્યા વિના સતત કામ કરી રહી છે. પોતાના પિતાની સાથે ટુ-વ્હીલર પર બેસીને પોતાની માતાને મળવા બાળકી હોસ્પિટલની પાસે પહોંચી. વીડિયોમાં તે હોસ્પિટલના દરવાજાથી થોડે દૂર ઊભેલી પોતાની માતા તરફ હાથ હલાવીને રડતી દેખાઈ રહી છે. માતા પણ ભાવુક દેખાઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

નર્સના સમર્પણ અને માતા તેમજ બાળકની વચ્ચેના અંતરે લોકોને ભાવુક કરી દીધા. તેને પગલે યેદિયુરપ્પાએ સુગંધા સાથે ફોન પર વાત કરી. યેદિયુરપ્પાને સુગંધાને કહ્યું કે, તમે તમારી બાળકીને જોયા વિના સખત પરિશ્રમ કરી રહ્યા છો. મેં તે ટીવી પર જોયું. કૃપયા સહયોગ કરો. તમને ભવિષ્યમાં સારા અવસર મળશે. હું તમારા માટે જોઈશ. ઈશ્વર તમારું ભલુ કરે. આ વાતચીતનું રેકોર્ડિંગ મીડિયામાં જાહેર કરવામાં આવ્યું છે.

બાદમાં નર્સને લખેલા પત્રમાં મુખ્યમંત્રીએ કોવિડ-19ને અટકાવવા માટે કામ કરી રહેલા ડૉક્ટર્સ, નર્સ, સ્વાસ્થ્યકર્મીઓ, પોલીસ, પાલિકા કર્મચારીઓ, સરકારી કર્મચારીઓની નિસ્વાર્થ સેવાના વખાણ કર્યા હતા. એક જાહેરાત અનુસાર, ટેલીફોન પર વાતચીત દરમિયાન નર્સ દ્વારા ઉઠાવવામાં આવેલા સ્વાસ્થ્યકર્મીઓની ચિંતાઓ પર વિચાર કરવાનું આશ્વાસન આપતા યેદિયુરપ્પાએ કહ્યું કે, તેને સોલ્વ કરવું એ સરકારની પ્રાથમિકતા છે અને કોવિડ-19 સ્થિતિના એકવાર નિયંત્રણમાં આવ્યા બાદ તેઓ પોતે તેના પર વિચાર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp