નેટફ્લિક્સ, હોટસ્ટાર અને એમેઝોન પ્રાઈમની વ્યુઅરશીપમાં વધારો

PC: divyabhaskar.co.in

દેશમાં 21 દિવસ સુધી બધુ લોકડાઉન રહેવાનું છે ત્યારે મોટાભાગના યુવાનો નેટ પર આંગળીઓ ફેરવી રહ્યા છે. સાથોસાથ સિનિયર સિટિઝન પણ પોતાના મૂડ પ્રમાણે પોતાના સમયના ગીત તથા ફિલ્મોને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એન્જોય કરી રહ્યા છે. કારણ કે, તમામ થિયેટર્સ બંધ છે. ટીવી પ્રોગ્રામ કરનારાઓ તથા સિરિયલવાળાઓ પાસે 31 માર્ચ પછીના કોઈ કન્ટેન્ટ નથી. એવામાં વીડિયો એપ્સની વ્યુઅરશીપમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે સંકળાયેલા લોકોનો વ્યાપાર એકાએક વધી ગયો છે.

નેટફ્લિક્સ પાર્ટીના નામથી એક એપ્લિકેશન પણ શરૂ કરવામાં આવી છે. ટ્રેડ એનાલીસ્ટ અર્ચિત આંબેડકર કહે છે કે, એમેઝોન પ્રાઈમ વીડિયો, નેટફ્લિક્સ, હોટસ્ટારની વ્યુઅરશીપમાં 100 ટકાનો વધારો થયો છે. બીજી તરફ વૂટ અને એરોઝ નાવના નવા રજીસ્ટ્રેશન વધી રહ્યા છે. બીજી બાજુ આવી એપ્લિકેશનની કંપનીઓ કેટલીક વેબસીરીઝને ડાઉનલોડ કરી શકાય એ પ્રકારની સવલત આપવાના મુડમાં પણ છે. લોકડાઉનને કારણે લોકોનો ઈન્ટરનેટ પર ટ્રાફિક પણ વધી રહ્યો છે. જુદી જુદી ફ્રી એપ્સમાંથી લોકો એન્જોય કરી રહ્યા છે. હોટસ્ટાર જે પ્રિમિયમ વગર ચાલે છે એમા પણ બોલીવુડ અને હોલીવુડની ઘણી સારી ફિલ્મો ફ્રીમાં આપી દેવામાં આવી છે.

બીજી તરફ લોકો ઓનલાઈન ગેમ અને જુદા જુદા પોર્ટલ પરથી મ્યુઝિક સાંભળી કે જૂના કોન્સર્ટ જોઈને દિવસો પસાર કરી રહ્યા છે. વર્ષ 2017માં સૌ પ્રથમ વખત વીડિયો પ્લેટફોર્મના માધ્યમથી વ્યુઅરશીપની ગણતરી શરૂ થઈ હતી. ગત વર્ષે ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સમાં નોંધપાત્ર વધારો થયા આ ટકાવારી પણ વધી હતી. લોકડાઉનના પિરિયડમાં બે દિવસમાં 100 ટકા વીડિયો પ્લેટફોર્મ એપ્સની વ્યુઅરશીપ વધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp