ડૉક્ટરે આઈસોલેશનમાં રહેવા માટે કહ્યુ, છતા મિત્રના લગ્નમાં PPE કિટ પહેરી પહોંચ્યો

PC: tv9hindi.com

કોરોના વાયરસથી બચવા માટે લોકો લગ્ન પ્રસંગમાં જવાનું બને ત્યાં સુધી ટાળે છે. એટલું જ નહીં લગ્ન પ્રસંગની ભેટ પણ ડિજિટ પેમેન્ટથી અથવા ઓનલાઈન મોકલી દે છે. પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ PPE કિટ પહેરીને લગ્ન પ્રસંગમાં ભાગ લેવા માટે પહોંચી ગયો હતો. એટલું જ નહીં તે પ્રસંગમાં PPE કીટ પહેરીને ડાન્સ કરી રહ્યો છે.

ડૉક્ટરે આ દર્દીને આઈસોલેશનમાં રહેવા માટે કહ્યું હતું. પણ ડૉક્ટરની સલાહ ન માની અને તે પોતાના મિત્રના લગ્નમાં પહોંચી ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. તે ઢોલના તાલે ડાન્સ પણ કરી રહ્યો છે. આ બનાવ પાડોશી રાજ્ય રાજસ્થાનના જોધપુર સિટીમાંથી સામે આવ્યો છે. જોધપુરમાં રહેતા આ શખ્સમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. એટલે ડૉક્ટરે તેને આઈસોલેશનમાં રહેવા માટે સલાહ આપી હતી. જેથી તે ન કોઈને મળતો હતો અને ન ક્યાંય જઈ શકતો હતો.

પણ પોતાના નજીકના દોસ્તના લગ્નમાં જવાથી રોકી શક્યો ન હતો. પોતાના જીગરજાન મિત્રના લગ્નમાં તે PPE કિટ પહેરીને પહોંચી ગયો હતો. એટલું જ નહીં તેણે PPE કિટમાં મન મૂકીને ડાન્સ પણ કર્યો હતો. જેનો 29 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઢોલ અને થાળીના તાલે તે ડાન્સ કરી રહ્યો છે. જે વીડિયો પર સોશિયલ મીડિયા પર લોકો પોતાની રીતે કોમેન્ટ કરી રહ્યા છે. આ જોઈને એવું લાગે છે કે, ફિલ્મ 'કોઈ મિલ ગયા'નો જાદુ ડાન્સ કરી રહ્યો હોય.

 

આસપાસ બેઠેલા લોકો એને જોઈને તાળી વગાડી રહ્યા છે. એટલું નહીં એના પર ઘોર પણ કરી રહ્યા છે. PPE કીટ પહેરીને પહોંચેલા આ શખ્સનો જુગાડ જોઈને સૌ કોઈ એના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો પણ લોકો બીજા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે. જોકે, કેટલાક લોકો આ સાહસને જીવનું જોખમ પણ માની રહ્યા છે. ગુજરાતની સાથોસાથ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ કેસ વધી રહ્યા છે. રાજસ્થાનના આસપાસના રાજ્યને સ્પર્શતી બોર્ડર પર કોરોનાના ટેસ્ટ માટે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. અંદર આવતા કે બહાર જતા દરેક વાહનો તથા પ્રવાસીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp