પત્નીના ગર્ભમાં જોડિયા બાળકો હતાને નવીનભાઇ કોરોના હોસ્પિટલમાં ક્રિટિકલ હતા...

PC: khabarchhe.com

 

કોરોનામાં સપડાયેલા લોકોને સાજા થવાની ખૂબ આશા હોય છે. ધૈર્ય અને નિર્ભયરીતે જે લોકો સારવાર લેતા હોય છે તેઓ ચોક્કસ સાજા થાય છે. ટ્વિન બાળકોના એક પિતાએ પણ કોરોનાને મહાત આપી છે. પત્નીના ગર્ભમાં જોડિયા બાળકો ઉછરી રહ્યાં હતા ત્યારે કોરોના વોર્ડમાં દાખલ થયેલા નવિનભાઇની ચિંતા વધી ગઇ હતી.

જો કે તેઓ હવે સાજા થઇ ગયા છે અને તેમના શબ્દો છે કે-- મારી પત્નીના ગર્ભમાં ઉછરી રહેલાં ટ્વિન્સ બાળકોના જન્મ સમયે હું હવે રૂબરૂ હોઇશ તેનો મને અનહદ આનંદ છે. અમદાવાદના કુબેરનગરમાં રહેતા નવિનભાઇના પત્નીના ગર્ભમાં જોડિયા બાળકો ઉછરી રહ્યા હતા, પરંતુ તેઓ હોસ્પિટલના બિછાને હતા.

નવિનભાઇ કોરોના વોર્ડમાં દાખલ હતા ત્યારે વિડીયો કોલ કરી સગર્ભા પત્ની સેજલબેનની કાળજી લેતા હતા. નવિનભાઈના લગ્નજીવનને 3 વર્ષ થતા નિ:સંતાન હતા. ઘરે પારણું બંધાય તે માટે ઘણા ડોક્ટર્સ પાસે દવા કરાવી હતી. ત્રણ વર્ષને અંતે હાલ તેમની પત્નીના સારા દિવસો જઈ રહ્યા છે. નવિનભાઈના પત્નીના ગર્ભમાં ટ્વિન્સ બાળકો ઉછરી રહ્યાં છે.

સગર્ભાવસ્થા દરમિયાન સેજલબેનને તબીબી સારવાર સાથે પતિની હૂંફની પણ જરૂર હોય છે. આ પરિસ્થિતિ વચ્ચે એપ્રિલ માસમાં નવીનભાઈને કોરોના પોઝીટીવ આવતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નવિનભાઇના પત્ની સતત ચિંતિત રહેવા લાગ્યા હતા. હોસ્પિટલમાંથી જ્યારે નવિનભાઇએ સેજલબેનને ફોન કરીને સિવિલમાં મળતી શ્રેષ્ઠ સારવારનો ચિતાર આપતા ત્યારે તેમના પત્ની હાશકારો અનુભવતા હતા. 

નવિનભાઈએ સતત 17 દિવસ સુધી કોરોના સામે ઝઝુમી જંગ જીતી લીઘો છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની મહેનત અને શ્રેષ્ઠ તબીબી સારસંભાળને કારણે તેઓ સ્વસ્થ થઇને પરત ફરી રહ્યા છે. રજા મેળવ્યા બાદ નવિનભાઇએ ભાવવિભોર થઇ કહ્યું કે હું ક્યારેય અમદાવાદ સિવિલ હોસ્પિટલનું  ઋણ ચુકવી શકીશ નહિ. મારા આવનારા જોડિયા બાળકો વિશે હું સતત  વિચારતો રહ્યો હતો. મને સાજો કરવા બદલ હું હ્રદયપૂર્વક ડોક્ટર્સનર્સનો આભાર વ્યક્ત કરું છું.

સિવિલની કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડૉ. કાર્તિકેય પરમાર નવીનભાઈના કેસની વિગત આપતા જણાવે છે કેનવિનભાઈ ખૂબ જ ક્રિટિકલ પરિસ્થિતિમાં હોસ્પિટલમાં આવ્યા હતા તેઓને સૂકી ખાંસીતાવ હતો ત્યારબાદ ન્યૂમોનિયા થતા આઈસીયુ વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. છેલ્લા 7-8 દિવસથી કોઈપણ પ્રકારના લક્ષણો ન જણાતા તેઓને રજા આપવામાં આવી છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp