ચીનમાં અબજપતિ વેપારીને 18 વર્ષની કેદ, ગુનો ફક્ત આટલો જ હતો કે...

PC: indiatimes.com

કોરોના વાયરસનો સામનો કરવા મામલે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની જાહેરમાં આલોચના કરવાનું ચીનના એક દિગ્ગજ અબજોપતિ બિઝનેસમેનને ભારે પડી ગયું છે.સરકારી રિયલ એસ્ટેટ કંપનીના માજી અધ્યક્ષ રેન ઝિકિયાંગને ભ્રષ્ટાચારના આરોપમાં 18 વર્ષની જેલની સજા ભોગવવાનો વારો આવ્યો છે.આ પહેલાં ચીની અબજપતિને ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.ચીનમાં નેતાગીરી સામે બોલવાની સજા મેળવનાર આ અબજોપતિ બિઝનેસ જ નથી. આ પહેલાં પણ ચીનના રાષ્ટ્રપતિ સામે અવાજ ઉઠાવનાર અનેક પત્રકારો, નેતાઓ જેલની સજા કાપી રહ્યા છે.

ચીનની રાજધાની પેઇચિંગની એક અદાલતે કહ્યું કે,રેન ઝિકિયાંગ ભ્રષ્ટ્રાચારના કેસમાં દોષી સાબિત થયા છે.રેન પર કરોડો ડોલરની લાંચ લેવાનો પણ આરોપ લાગ્યો હતો.જજે રેનને 18 વર્ષની જેલની સજા અને 6 લાખ 20 હજાર ડોલરનો દંડ ફટકાર્યો હતો.કોર્ટે કહ્યું કે રેને પોતે તમામ આરોપો સ્વીકારી લીધા છે એમની પાસેથી ગેરકાયદે ધન મળી આવ્યું હતું.

અમેરિકી ચેનલ સીએનએનના એક અહેવાલમાં જણાવાયું છે કે,ચીનની નેતાગીરી સામે સવાલ ઉઠાવનારને મોટાભાગે ભ્રષ્ટ્રાચારના આરોપ મુકીને જેલમાં મોકલી આપવામાં આવે છે.પ્રેસ પર સેન્સરશીપ અને અન્ય સંવેદનશીલ વિષયોમાં પોતાનો નિર્ભિક અભિપ્રાય આપનાર રેન ઝિકિયાંગે માર્ચ મહિનામાં એક લેખ ઓનલાઇન પ્રકાશિત કર્યો હતો. તે પછી રેન દેખાતા બંધ થઇ ગયા હતા.આ લેખમાં રેને શી જિનપિંગ સામે ડિસેમ્બર મહિનામાં વુહાનમાં કોરોનાના પ્રકોપ સામે નિષ્ફળ ગયા હોવાનો આરોપ લગાવ્યો હતો.

ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા અને રાષ્ટ્રપતિ શી જિનપિંગનો આખા ચીનમાં એટલો ખૌફ છે કે તેમની સામે અવાજ ઉઠાવવાની કોઇ હિંમત કરતું નથી અન જે હિંમત કરે છે તેમની હાલત ખરાબ કરી દેવામાં આવે છે.અત્યાર સુધી અનેક પત્રકારો, માનવ અધિકારી સંગઠનો અને કેટલાંક લોકોને સત્તા સામે અવાજ ઉઠાવવા બદલ જેલની સજા કાપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp