કોરોના મહામારીમાં શાળા બંધ થઈ તો આ દેશમાં ઝડપથી પ્રેગનેન્ટ થવા લાગી છોકરીઓ

PC: indiatoday.in

ઝિમ્બાબ્વેના ગ્રામીણ વિસ્તારમાં રહેતી 13 વર્ષીય વર્જિનિયા માવુંગા 3 મહિનાના બાળક તવનન્યાશાની માતા છે. તેનો આખો દિવસ કૂવામાંથી પાણી લાવવા, રોડના કિનારે ફળ અને શાકભાજી વેચવા, ભોજન બનાવવા, સફાઇ કરવા, કપડાં ધોવામાં વીતી જાય છે. પોતાના આ કામો વચ્ચે વર્જિનિયા પોતાના 4 નાના ભાઈ-બહેનોને શાળા માટે પણ તૈયાર કરે છે અને તેઓ પાછા આવવા પર ગૃહકાર્યમાં પણ મદદ કરે છે. પોતાના ભાઈ-બહેનોને શાળાના કામમાં મદદ કરવું વર્જિનિયાને સૌથી વધારે સંકોચ અનુભવાડે છે કેમ કે તે હજુ માત્ર 13 વર્ષની છે અને આ ઉંમરમાં તેણે શાળામાં હોવું જોઈતું હતું.

તે કહે છે કે હવે આ જ મારી આખી જિંદગી છે. કોરોના મહામારી દરમિયાન ઝીમ્બાબ્વે અને અન્ય દક્ષિણ આફ્રિકન દેશોમાં ઓછી ઉંમરની છોકરીઓના પ્રેગનેન્સીમાં ઘણો વધારો જોવા મળ્યો છે. વર્જિનિયા પણ એ જ છોકરીઓમાંથી એક છે. ઝીમ્બાબ્વે લાંબા સમયથી ઓછી ઉંમરની છોકરીઓના ગર્ભધારણ અને બાળ લગ્નથી ઝઝૂમી રહ્યો છે. કોરોના વાયરસની ઝપેટમાં આવવા પહેલા પણ દેશમાં દરેક ત્રણ છોકરીઓમાંથી એકના લગ્ન 18 વર્ષ પહેલા કરી દેવામાં આવતા હતા. તેના ઘણા કારણ છે જેમ કે છોકરીઓ પ્રેગનેન્ટ થવી, બાળ લગ્નને લઈને કાયદા સખત ન હોવા, ગરીબી, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રથા.

કોરોના મહામારીએ આ સ્થિતિને વધુ ખરાબ કરી દીધી છે. દોઢ કરોડ વસ્તીવાળા આ દેશમાં માર્ચ 2020મા સખત લોકડાઉન કરવામાં આવ્યું અને વચ્ચે વચ્ચે તેમાં છૂટ આપવામાં આવી. લોકડાઉનના કારણે છોકરીઓ પર ખૂબ માઠી અસર પડી. તેમને ગર્ભ નિરોધક ગોળીઓ અને હૉસ્પિટલની સુવિધાઓ ન આપવામાં આવી. કાર્યકર્તાઓ અને અધિકારિઓનું કહેવું છે કે ઘણી છોકરીઓ યૌન શોષણનો શિકાર થઈ કે તેમને લગ્ન અને ગર્ભાવસ્થાને ગરીબીથી બહાર નીકળવાની એક રીત મની લીધી.

દેશમાં ઓછી ઉંમરની છોકરીઓની વધતી પ્રેગ્નેન્સીને જોતા ઝિમ્બાબ્વે સરકારે ઑગસ્ટ 2020મા પોતાના કાયદામાં બદલાવ કરીને પ્રેગનેન્ટ વિદ્યાર્થિનીઓને પણ શાળાએ આવવાની મંજૂરી આપી દીધી. કાર્યકર્તાઓ અને અધિકારીઓએ આ પગલાંના વખાણ કર્યા અને તેને એક આશાના રૂપમાં જોયા પરંતુ આ નવી નીતિ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી. પ્રેગનેન્ટ છોકરીઓ કાયદામાં બદલાવ થવા છતા શાળામાં પાછી આવી રહી નથી. પૈસાઓની અછત, સામાજિક પ્રથાઓ, ક્લાસમાં પરેશાન કરવા જેવા ઘણા કારણોથી છોકરીઓ ફરી શાળામાં આવી શકતી નથી.

જ્યારે કાયદામાં બદલાવ થયો તો પ્રેગનેટ વર્જિનિયાએ પણ શાળામાં જવાનો પ્રયત્ન કર્યો હતો. અધિકારીઓએ તેને અને માતા-પિતાને પ્રોત્સાહિત પણ કર્યા પરંતુ ત્યારબાદ આસપાસના લોકોએ વર્જિનિયાની ખૂબ મજાક ઉડાવી. ત્યાંના લોકો એક પ્રેગનેન્ટ છોકરીને શાળાના યુનિફોર્મમાં જોવા ટેવાયેલા નહોતા જેનો શિકાર વર્જિનિયાને બનવું પડ્યું. પોલીસના પ્રવક્તા પોલ ન્યાથીએ કહ્યું કે પરિવારો અને અધિકારીઓએ લાંબા સમયથી એવી ઘટનાઓને છુપાવી જેમાં સગીરોને જ લગ્ન માટે મજબૂર કરી દેવામાં આવે છે.

પરિવાર મોટા ભાગે દોષીઓ સાથે સમજૂતી કરે છે. તેના પર છોકરી સાથે લગ્ન કરવા અને તેના પરિવારઅને મવેશી કે પૈસા આપવાનો દબાવ નાખે છે પછી તેઓ પોલીસને કેસનો રિપોર્ટ ન કરવા માટે સહમત થાય છે આખરે પીડિત છોકરીના પરિવારજનો જ તેના શોષણમાં સહભાગી બની જાય છે. ઝીમ્બાબ્વે પાસે કોઈ યોગ્ય આંકડો નથી કે કેટલી છોકરીઓએ શાળા છોડી પરંતુ એવી ઘટનાઓમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે.

છોકરીઓ કારણ જણાવ્યા વિના જ શાળા છોડી દે છે એટલે યોગ્ય આંકડા બતાવી શકવા સરકાર માટે માથાનો દુઃખાવો છે. મહિલાઓની બાબતોના મંત્રી સિથેમ્બિસોના જણાવ્યા મુજબ વર્ષ 2018મા લગભગ 3 હજાર છોકરીઓએ પ્રેગનેન્સીના કારણે શાળા છોડી. વર્ષ 2019મા આ આંકડો થોડો ઓછો રહ્યો પરંતુ વર્ષ 2020મા આ આંકડો વધીને 4770 થઈ ગયો અને વર્ષ 2021ના પહેલા 2 મહિનામાં જ લગભગ 5000 પ્રેગનેન્ટ છોકરીઓએ શાળા છોડી.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp