વિસનગર, આણંદ અને પાલનપુરમાં થઈ જુથ અથડામણ: 20 કરતાં વધુ ઘાયલ

PC: khabarchhe.com

વિધાનસભાની ચુંટણી દરમિયાન કોઈ સ્થળે અનિચ્છનિય બનાવ બને નહીં તે માટે પોલીસ સહિત અર્ધ લશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા હતા, છતાં મહેસાણાના વિસનગરન હંસપુર ગામમાં મતદાન મથકની બહાર બે જુથો આમને-સામને આવી જતા 20 કરતા વધુ લોકો ઘવાયા છે. તેમને સારવાર માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે પૈકી કેટલાંક ગંભીર ઈજાગ્રસ્તોને મહેસાણા સિવિલમાં લાવવામાં આવે તેવી શકયતા છે.
આ ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ અને બીએસએફના જવાનોને હંસપુર ખાતે મોકલી આપવામાં આવ્યા છે, આ ઉપરાંત આણંદના ટાવર બજારમાં પણ બે જુથોએ આમને સામને આવી પથ્થર મારો કર્યો હતો અને રસ્તા ઉપર પાર્ક વાહનોમાં તોડફોડ કરી હતી, જયારે પાલનપુરના સદરપુરામાં પણ બોગસ મતદાનના મુદ્દે બે જુથોએ ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો, આ તમામ સ્થળે પોલીસની કુમક ઉતારી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.