ઝારખંડના પૂર્વ CM મધુ કોડા કોલસા કૌભાંડમાં દોષી કરાર

PC: firstpost.in

કોલ સ્કેમમાં દિલ્હીની સ્પેશિયલ CBI કોર્ટે ઝારખંડના પૂર્વ CM મધુ કોડાને દોષી જાહેર કર્યા હતા, સજાની જાહેરાત ગુરુવારના રોજ કરવામાં આવશે. મધુ કોડાની સાથે-સાથે પૂર્વ કોલસા સચિવ એચ.સી.ગુપ્તા, ઝારખંડના પૂર્વ સચિવ અશોક કુમાર બસુની સાથે એક અન્ય વ્યક્તિને દોષી જાહેર કરવામાં આવ્યા હતા. તમામ લોકોને અપરાધિક સાજિશ રચવા અને સેક્શન 120B અંતર્ગત દોષી જાહેર કરવામાં આવ્યા હતા.

ઝારખંડના કોલ બ્લોકને કથિતપણે ખોટી રીતે કોલકાતાની વિની આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ લિમિટેડ(VISUL)ને આપી દીધો હતો, તેના પર કેસ કરવામાં આવ્યો હતો. CBIએ આરોપ લગાવ્યો હતો કે, VISUL જેણે રજહરા નોર્થ બ્લોકની હરાજી માટે 8 જાન્યુઆરી, 2017ના રોજ પોતાનું નામ આપ્યું હતું અને તેમને કોલ બ્લોક આપવા માટે ઝારખંડ સરકાર અને સ્ટીલ મંત્રાલયે નહોતું કહ્યું. પરંતુ 36મી સ્ક્રીનિંગ કમિટિએ તે બ્લોક આરોપી કંપનીને આપવાની વકાલત કરી હતી.

CBIએ કહ્યું હતું કે, ગુપ્તાએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહથી આ તથ્ય છૂપાવ્યું હતું. મનમોહન સિંહ તે સમયે કોલ મિનિસ્ટ્રીના પ્રમુખ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp