ગુજરાતમાં ગોરખપુર જેવી ઘટના ન થાય તેની તકેદારી રાખોઃ ગુજરાત હાઈકોર્ટ

PC: theindianexpress.com

ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠ જસ્ટીશ એમઆર શાહ અને બીએન કારીયા સમક્ષ ગુજરાત મેડીકલ સર્વિસ કોપોર્રેશન સામે એક ઓક્સિઝન કંપની દ્વારા કરવામાં આવેલી પીટીશનની સુનવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારને પુચ્છા કરવામાં આવી હતી કે ગુજરાતની હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં ઓક્સિઝન છે કે નહીં, અને ગોરખપુર જેવી ઘટના ન બને તેની ગુજરાત સરકાર તકેદારી રાખે.

ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલમાં દવા સહિતની ઓક્સિઝન અને અન્ય સામગ્રી પુરી પાડવાનું કામ રાજય સરકારનું ગુજરાત મેડીકલ સર્વીસ કોર્પોરેશન કરે છે. આ કોર્પોરેશન દ્વારા ઓક્સિઝન સપ્લાય કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતું, અને ટેન્ડરની પ્રક્રિયા બાદ એક કંપનીને જુદી જુદી હોસ્પિટલમાં ઓક્સિઝન સપ્લાય કરવાનો કોન્ટ્ર્કટ આપવામાં આવ્યો હતો, પણ એક અન્ય કંપની દ્વારા આ ટેન્ડર મેળવનાર કંપની સામે પીટીશન કરવામાં આવી હતી.

પીટીશન કરનારી કંપનીનો દાવો હતો કે જે કંપની ઓક્સિઝન સપ્લાય કરે છે. તે કંપનીના બજારૂ અને સરકારી ભાવ વચ્ચે અંતર છે. આ કંપની બજારમાં જે ભાવ આવે છે તે સરકારી ભાવ કરતા સસ્તો છે. જયારે સરકારને મોંઘા ભાવે ઓક્સિઝન આપે છે. તો સરકારે ઓછા ભાવે ઓક્સિઝન ખરીદવો જોઈએ અથવા ટેન્ડર મેળવનાર કંપનીના પૈસા ઘટાડી દેવા જોઈએ, આ પીટીશનની સુનવણી દરમિયાન કોર્ટમાં હાજર સરકારી અધિકારીઓને કોર્ટે પુછયુ કે તમારી પાસે પુરતા પ્રમાણમાં ઓક્સિઝન તો છે? ત્યારે સરકારે તેનો જવાબ હામાં આપ્યો હતો, છતાં કોર્ટે તાકીદ કરતા હતું ગોરખપુર જેવુ થાય નહીં તેની કાળજી રાખજો.

 

 

 

 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp