ચૂંટણી પંચ સામેની અરજી પર સુનાવણીનો ગુજરાત હાઇકોર્ટનો ઇન્કાર

PC: publishyourarticles.net

હિમાચલ પ્રદેશની સાથે જ ગુજરાત માટે વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર નહીં કરવાના મામલે ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી એક જનહિત અરજી પર સુનાવણી કરવાનો ગુજરાત હાઇકોર્ટે ઇન્કાર કરી દીધો છે.

યાદ રહે કે હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત પહેલાં યોજવાની છે. બંને વિધાનસભાની મુદત પૂરી થઇ જતી હોવાને કારણે ચૂંટણી યોજવાની કવાયત ચૂંટણી પંચે હાથ ધરવાની છે. ગયા અઠવાડિયે ચૂંટણી પંચે યોજેલી પત્રકાર પરિષદમાં બંને રાજ્યોની ચૂંટણીની તારીખની જાહેરાત થઇ જાય એવી અપેક્ષા રખાતી હતી. પરંતુ પંચે ફક્ત હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી અને ગુજરાત અંગે કોઇ જાહેરાત કરી નથી.

સ્વાભાવિક છે કે એવો આક્ષેપ થતો રહ્યો છે કે ગુજરાતમાં ભાજપ માટે કટોકટ સ્થિતિ હોવાને કારણે ભાજપી નેતાઓ વધુ સમય ઇચ્છતા હોવાને કારણે સરકારના દબાણ હેઠળ આ ચૂંટણીની તારીખ જાહેર થઇ ન હતી. સ્વાભાવિક છે કે ચૂંટણી જાહેર થઇ જાય તો આચાર સંહિતાનો અમલ શરૂ થઇ જાય અને તેથી પ્રચાર તથા અન્ય જાહેરાત થઇ ન શકે એ માટે જાહેરાત મુલતવી રખાઇ છે. ખાસ તો વડાપ્રધાન મોદી આ મહિના ઓકટોબર સુધી મુલાકાતે આવવાના છે, ત્યારે આચારસંહિતા તેમને નડે નહીં એ માટે જાહેરાત થઇ ન હોવાની ટીકા થતી રહી છે.

એ સંજોગોમાં ચૂંટણી પંચના આ વલણ સામે એક જનહિત અરજી હાઇકોર્ટમાં થઇ હતી. ન્યાયમૂર્તિ એ.જે.શાસ્ત્રીની વેકેશન બેન્ચે પ્રફૂલ્લ દેસાઇની જનહિત અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. અરજી કરનારા વકિલ આ કેસની અત્યાવશ્યકતા અંગે અદાલતને સમજાવી નહીં શકતા આ સુનાવણી નહીં કરવાનો આદેશ કર્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp