ક્રાઈમ બ્રાંચની સ્પષ્ટતા પછી ઊભા થતાં પ્રશ્નો: કચ્છ અને સૌરાષ્ટ્રના હાઈવે જામ

PC: khabarchhe.com

VHPના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયા ગુમ થઈ જતાં ગુજરાત ભરમાં અનેક સ્થળોએ બજરંગ દળ અને VHPના કાર્યકરો રસ્તા પર ઊતરી આવ્યા છે. અમદાવાદ થી કચ્છ જતો નેશનલ હાઈવે ધ્રાંગધ્રા પાસે જામ કરી દેવામાં આવ્યો છે. બજરંગ દળ અને VHP દ્વારા ઊગ્ર સૂત્રોચ્ચાર કરીને પ્રવીણ તોગડીયાને મુક્ત કરવા માટે માંગણી કરી હતી. 

એજ રીતે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પણ લીંબડી પાસે લોકોએ જામ કરી દીધો છે.

ઊપરાંત અમદાવાદ પાલડી ખાતે પણ દેખાવો કરીને તોગડીયાને મુક્ત કરવા માંગણી કરીને રોડ જામ કરી દીધો હતો.

રાજકોટ, ભાવનગર, જુનાગઢ, કચ્છ, ગાંધીનગર જેવા શહેરોમાં ઠેરઠેર ડો. પ્રવીણ તોગડીયાને મુક્ત કરવા દેખાવ કરાયા હતાં.

પ્રવીણ તોગડીયા અને ક્રાઈમ બ્રાન્ચના મુદ્દા...

  • સોલા પોલીસ સ્ટેશનના cctv કેમેરા ચેક કરાયા?
  • VHPની પાલડીની કચેરીમાં કોઈ CCTV કેમેરા જ નથી.
  • ડો. તોગડીયા છેલ્લા ચાર મહિનાથી બહારનું પાણી પણ પીતાં ન હતા.
  • ગાયને રોટલી અને ગોળ આપવા જતાં ત્યારે પણ તેઓ બે કાર્યકરને સાથે લઈને જતાં હતાં.
  • આટલી તકેદારી રાખ્યા પછી તે કોઈની સાથે એકલા કઈ રીતે ગયા ?
  • VHP કાર્યાલય પર SRPના 4 જવાનનો 24 કલાક પહેરો હોય છે. તેમને કેમ ખબર ન પડી. 
  • RSSના સામાન્ય મંત્રી ભૈયાજી જોશી, upના ગવર્નર રામ નાઈક, VHPના સભ્ય સાધ્વી ઋતુંભરા સાથે મુંબઈમાં VHPના એક નેતાના 75 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગઈકાલે ડો. પ્રવીણ તોગડીયા ગયા હતા અને તેમનુ લાઈવ ભાષણ પણ થયું હતું તેઓ આજે સવારે મુંબઇથી આવ્યા હતાં. મુંબઈના પ્રસંગ સાથે તોગડીયાનું ગુમ થવું જોડાયેલું છે?
  • જેકે ભટ્ટ-ક્રાઈમ બ્રાંચની સ્ટોરી કંઈક જુદી કેમ પડે છે?
  • આકાશનું નિવેદન કેમ ધ્યાનમાં ન  લેવાયું ?
  • તોગડીયાએ છેલ્લે કોની સાથે વાત કરી હતી? 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp