અશ્વિન પટેલ અને તોગડીયાનો સમાન કિસ્સો

PC: hindustantimes.com

વિશ્વ હિન્દુ પરિષદના ફાયર બ્રાન્ડ નેતા અશ્વિન પટેલની ગુજરાત પોલીસે ગાંધીનગરની સુચનાથી 2008માં દિવાળી પર ધરપકડ કરી હતી. પરંતુ પોલીસે ઈન્કાર કરી દીધો હતો કે તેમણે VHPના ઉત્તર ગુજરાતના પ્રાંત સંગઠન મંત્રી અશ્વિન પટેલની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી હતી ત્યારે પણ પોલીસ સતત ઈન્કાર કરી રહી હતી. પરંતુ ડો. પ્રવીણ તોગડીયાએ દિલ્હીમાં પત્રકાર પરિષદ બોલાવવીને કહ્યું હતું કે અશ્વિન પટેલનું અપહરણ કરીને પોલીસ ઉઠાવી ગઈ છે. ત્યારે બપોર બાદ ગાંધીનગર પોલીસે સ્વિકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેમની પુછપરછ ચાલી રહી છે. અશ્વિન પટેલે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ એસ. એમ. એસ. કર્યો હતો. તે એક માત્ર ગુનો પોલીસ માનતી હતી.

લગભગ એવો જ કિસ્સો ડો. તોગડીયાનો છે એમણે સંઘ અને ભાજપ વિરુદ્ધ જઈને VHPની ચૂંટણી જીતી હતી. ત્યારબાદ જાહેરમાં માંગણી કરી હતી કે ભાજપની કેન્દ્ર સરકાર રામમંદિર બનાવવા સંસદમાં કાયદો પસાર કરે અને કાશ્મીર અંગેની ભાજપની નીતિનો અમલ કરે. ત્યારબાદ તેમની સામે આફતનું વાવાઝોડું ફૂંકાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.