કાર્તિ ચિદમબરમને CBI કોર્ટ સમક્ષ હાજર થવા સુપ્રિમનું ફરમાન

PC: theindianexpress.com

ભૂતપૂર્વ ગૃહમંત્રી પી.ચિદમબરમનાં પુત્ર કાર્તિ ચિદમબરમને સીબીઆઈ સમક્ષ હાજર થવાનો હુકમ આજે સુપ્રિમ કોર્ટ કર્યો છે. કાર્તિની સામે ભ્રષ્ટાચારનો કેસ કરવામાં આવ્યો છે. જ્યારે મદ્રાસ હાઈકોર્ટે કાર્તિને તાજેતરમાં વિદેશ પ્રવાસ કરવાની છૂટ આપી હતી.

મદ્રાસ હાઈકોર્ટે કાર્તિને 16મી ઓગષ્ટે વિદેશ જવાની છૂટ આપી હતી. હાઈકોર્ટે 10મી ઓગષ્ટે ઈશ્યુ થયેલી લૂક આઉટ નોટીસ સામે પણ મનાઈ હુકમ આપ્યો હતો. કાર્તિએ સુપ્રિમમાં અરજ ગુજારી હતી કે આગામી શુક્રવાર સુધીમાં સ્ટે આપવામાં આવે અને વિદેશ જવાની પરમીશન આપવામાં આવે. પરંતુ સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કાર્તિ સીબીઆઈ સમક્ષ હાજર થયો નથી. એટલે કોઈ જોખમ લેવામાં આવશે નહી.

સુપ્રિમે પૂછ્યું કે શા માટે એક પણ વખત સીબીઆઈ સમક્ષ હાજર રહ્યા નથી. સુપ્રિમે વધુમાં કહ્યું કે સીબીઆઈ કાર્તિનો પાસપોર્ટ જપ્ત કરવાનો વિકલ્પ રહેલો છે અને તેની ધરપકડ પણ કરી શકે છે.

5મી મેનાં દિવસે કાર્તિ, તેની કંપની INX Media અને અન્ય 8 સામે વિદેશમાં નાણાકીય વ્યવહારોની અનિયમિત્તા બાબતે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. 2007માં INX Mediaએ વિદેશમાં સીધું જ ઈનવેસ્ટમેન્ટ કર્યું હતું. એફડીઆઈમાં કાર્તિએ કાયદાનું ઉલ્લંઘન કરેલું હોવાનું સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp