ચોટીકાંડ: બ્લેક મેજિક થકી ગાયબ થવાની શક્તિ હાંસલ કરવાનો ખેલ

PC: khabarchhe.com

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઠેર-ઠેર ચોટીકાંડ સર્જાઈ રહ્યા છે. ગુજરાતમાં જન વિજ્ઞાન જાથા દ્વારા ચોટીકાંડ માનવ સર્જીત હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ત્યારે જોડીયા ગામે ચોટીકાંડ સર્જનારી મહિલાને ઝડપી આખીય ચોટીકાંડ ગેંગનો પર્દાફાશ થયો છે. પરંતુ આ મહિલાની કબુલાતો ડરાવનારી અને ચોંકાવનારી છે.

જામનગરનાં જોડીયા પાસે આવેલા કોટકાસીમ ગામનાં લોકોએ ચોટી કાપતી એક મહિલાને પકડી પોલીસને હવાલે કરી છે. આ મહિલાએ લોકો અને પોલીસની પુછપરછમા જણાવ્યું છે કે તેની ગેંગમાં 35 મહિલા અને 14 પુરુષો કામ કરી રહ્યા છે.

આ આખીય ગેંગ મોઠુકા, ખેસ્થળ, તિજારા, બિછલા, કોટકાસીમ, ગેલપુર, ટપુકડા ભિવાડી, આકેડા, તાવડુ, સોહના, રેવાડી, ધારુહેડા, કોસલી, ઝઝર, રોહતક અને તેની આજુબાજુનાં વિસ્તારોમાં ફેલાયેલા છે.
આ મહિલાનું નામ રૂક્ષમી બતાવાય છે અને ગેલપુરની રહીશ હોવાનું ખુલ્યું છે. આ મહિલા કહે છે કે 1008 ચોટલી કાપવાની છે. અલગ-અલગ ગામમાંથી ચોટલી કાપી શક્તિ હાંસલ કરવાની છે. આ ચોટલી કાપી ગાયબ થવાની શક્તિ પ્રાપ્ત કરવામાં આવશે.

આ મહિલાની વાતોને પોલીસ અને લોકોએ હમ્બગ માની હસી કાઢી છે. પરંતુ પોલીસ સ્ટેશનમાં પણ આ મહિલા પોતે ગાયબ હોવાની શક્તિ હાસલ કરશે એવું પોપટરટણ કરતી જોવા મળી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp